તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભરૂચમાં 25 યોજનાઓમાં 2100 ઘરોને નળ કનેક્શનો માટે રૂ.15.63 કરોડ મંજૂર કરાયાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

ભરૂચ શહેરના કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં જલ જીવન મિશન હેઠળ “નલ સે જલ”કાર્યક્રમ અંતર્ગત 25 પાણી સમિતિઓ દ્વારા રજૂ થયેલા સૂચિત ગ્રામ્ય પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.જેમાં ટ્રાયબલ વિસ્તારની 3,જનરલ વિસ્તારની 17 અને એસસી વિસ્તારની 5 યોજનાઓ મળીને કુલ 25 યોજનામાં 2100 ઘર નળ જોડાણ માટે રૂ.15.63 કરોડની અંદાજિત રકમ બેઠકમાં મંજૂર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજય સરકારે હાથ ધરાયેલા “નલ સે જલ”કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ ગામોના પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા મળેલી બેઠકમાં 100 ટકા ધર નળજોડાણની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી હતી.બેઠકઆ કલેકટરએ લાભાર્થી પરિવારોને પીવાના પાણીની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. તેમણે વાસ્મોની કામગીરીની સમીક્ષા કરી યોજનાઓને ઝડપભેર અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

વાસ્મોના યુનિટ મેનેજર દર્શના પટેલે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જલ જીવન મિશન “નલ સે જલ”કાર્યક્રમ હેઠળ મંજૂર કરવામાં આવેલા પીવાના પાણીની યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહીત સંલગ્ન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...