કાર્યક્રમની તૈયારીઓ:ભરૂચમાં 12મીએ CMના કાર્યક્રમને લઈ રૂટ ડાયવર્ટ, એબીસી સર્કલથી-નર્મદા મૈયા બ્રિજ સુધી રસ્તો બંધ

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધધારા ડેરી પર યોજાનારા કાર્યક્રમની તૈયારીઓ

ભરૂચ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉત્કર્ષ પહેલ અંતર્ગત 4 યોજનામાં ઉત્તમ કામગીરી થતાં વડાપ્રધાને પણ તેની નોંધ લીધી છે. જેને લઈને આગામી 12 મેનાં રોજ ભરૂચ શહેરનાં દૂધધારા ડેરી સ્થિત ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે. જેમાં વિવિધ યોજનાનો લાભ મેળવનારા જિલ્લાના 13 હજાર કરતાં વધુ લાભાર્થીઓને હૂકમો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વચ્યુઅલી જોડાઈને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. 12મી તારીખે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને વાહન વ્યવહારમાં અવ્યવસ્થા ન સર્જાય તથા ટ્રાફિક જામની સમસ્યા ન રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી રૂટને ડાયવર્ટ કર્યો છે.

જેમાં સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી એબીસી સર્કલથી બૌડા સર્કલ સુધીના માર્ગ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નર્મદા ચોકડી થઈને મોટા વાહનો હાઈવે નંબર-48 પર થઈને અંકલેશ્વર તરફ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...