ભરૂચ શહેરમાં સામાન્ય વરસાદ વરસતા જ માર્ગોની સ્થિતિ બિસ્માર જોવા મળી રહી છે. લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં મા સેવાશ્રમ રોડથી સીટી સર્વે કચેરીને જોડાતા માર્ગનું પ્લાનિંગ વિના ખોદકામ કરાતા પાલિકા વેપારીઓને હેરાન પરેશાન કરતી હોવાની બૂમો ઉઠી છે.
ભરૂચ નગર પાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે કરવામાં આવતી કામગીરી જ લોકો માટે માથાનો દુખાવો બની છે. પાલિકા તંત્ર દ્વારા સેવાશ્રમ રોડથી સીટી સર્વે કચેરીને જોડતા માર્ગનું કોઈપણ જાતની પ્લાનિંગ વિના ખોદકામ હાથ ધરવામાં આવતા કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેને પગલે સ્થાનિક વેપારીઓમાં ઉકળતો ચરુ જોવા મળ્યો છે. આ સ્થળે મેડિકલને લગતી દવાઓના સ્ટોર વધુ હોવાથી મેડિકલની સામગ્રીની તકલીક ઉભી થાય તેવી શક્યતા છે કારણ કે કાદવ-કીચડ હોવાથી દવાઓનો જથ્થો આવી શકે તેમ નહિ હોવાનું વેપારીઓ બુમરાણ કરી રહ્યા છે સાથે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
વેપારીઓએ આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ
બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો નગરપાલિકા સંકુલમાં વેપારીઓ પોતાના વાહનો પાર્ક કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસની વાતો સાથે વરેલી નગર પાલિકાની માનસિકતા ચોમાસા ટાળે કરવામાં આવતા ખોદકામને અધ વચ્ચે મૂકી જતા રહ્યા હોવાથી બહાર આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.