તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ નગર પાલિકાનો વોર્ડ નંબર -2 જે આજદિન સુધી કોંગ્રેનો ગઢ રહ્યો છે. માત્ર એટલું જ નહીં પણ આ પાલિકાનો સૌથી મોટો વોર્ડ છે. જેમાં 70થી વધુ સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ સોસાયટીઓમાં 23 હજારથી વધુ નાગરિકો વસવાટ કરે છે. જે પૈકી 17400 જેટલાં મતદાતાઓ છે. લઘુમતિ કોમ્યુનિટી ધરાવતા આ વોર્ડમાં રોડ-રસ્તા ચકચકાટ જોવા મળે છે. પરંતુ તેની સાફ સફાઈ કરનારા કર્મચારીઓની ખોટ વર્તાઈ રહી છે. આ વોર્ડમાં રહેતા યુનુસભાઈ જણાવે છે કે, અહીં વિકાસ તો થયો છે. પણ સફાઈ રોજ થતી નથી.
પાલિકાએ અમારા વિસ્તારમાં 17 સફાઈ કામદારો ફાળવ્યા છે. પણ તેમાંથી માત્ર 12-13 સફાઈ કર્મીઓ નજરે પડે છે. નગર પાલિકાની ગત ટર્મના વિરોધપક્ષના નેતાના વોર્ડમાં નગર પાલિકા દ્વારા અઢિથી ત્રણ કરોડના રસ્તાના વિકાસ કામો કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી ધ્વસ્ત થતાં હવે લોકો પાણીની ટાંકી નવી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ વોર્ડમાં શેરપુરાના ધરમકાંટાથી મદિના હોટલ સુધી તેમજ બાયપાસા સ્થિત પટેલ વેલફેરથી ખાટકીવાડ સુધીની સોસાયટીઓનો સામાવેશ થાય છે.
બેઠકોના પ્રકાર
પ્રથમ બેઠક- સામાન્ય- સ્ત્રી
બીજી બેઠક - સામાન્ય - સ્ત્રી
ત્રીજી બેઠક - સામાન્ય
ચોથી બેઠક - સામાન્ય
ચૂંટણી ટાંણે લોકો આવે છે અને ભૂલી જાય છે
અમારા વોર્ડ નંબર-2 માં ચૂંટણીઓ આવે ત્યારે દરેક પક્ષના લોકો આવીને મોટી મોટી વાતો કરે છે.પરંતુ ચૂંટણી બાદ અમુક સમયમાં જ તે લોકો જોવા મળતા હોય છે.આ વિસ્તારમાં મોટા ભાગે રોડ અને ગટરની ભારે તકલીફો છે. ગટર લાઈનની સમસ્યાની અમે રજૂઆતો કરી પણ કામગીરી નહિં કરાતા લોકોએ 3 લાખ રૂપિયા ઉઘરાવીને સ્વખર્ચે ગટર લાઈન અને ચેમ્બરો મુકાવી છે.જેથી આવી કામગીરીઓ ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાય તે જરૂરી છે. - જુનેદ કુરેશી, કુરેશી મહોલ્લા,ભરૂચ
સફાઈ કર્મી વધારવા જોઈએ
અમારા વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યો અહીં મુલાકાતે આવતા હોય છે. આ વિસ્તારમાં સફાઈ કર્મીઓ વધારવાની જરૂર છે. ખુલ્લી ગટરોને પણ બંધ કરવી જોઈએ. - સાબેરા કુરેશી,નાના ખાટકી વાડ.
ખુલ્લી ગટરથી ગંદકી વધે છે
અમે લોકોએ પોતાના ખર્ચે ગટર લાઈન તો નાખી પરંતુ અવાર-નવાર ગટરો ઉભરાવાના કારણે તકલીફો વેઠવી પડે છે. ગટર ઉભરાતા દુર્ગંધ આવે છે. - આયશા કુરેશી,નાના ખાટકી વાડ,ભરૂચ
તકલાદી કામોથી રસ્તા ધોવાયા
આ વિસ્તારના કોર્પોરેટર્સ માર્ગો તો બનાવે છે. પરંતુ કોન્ટ્રાકટરના તકલાદી કામના કારણે એકથી બે વર્ષમાં માર્ગ ધોવાઈ જતા બિસ્માર બને છે. - યુસુફ રાજા, કુરેશી,મહોલ્લા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.