તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ નગર પાલિકા વોર્ડ નં-3:ભારતી રો હાઉસમાં 11 વર્ષ પહેલાં બનેલા રસ્તા ફરી ન બન્યા, પુરતા ફોર્સથી પાણી નથી મળતું

ભરૂચ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભારતી રો હાઉસ પાસે શાળાની બાજૂમાં ખુલ્લી કાસના કારણે મચ્છરોના ત્રાસથી સ્થાનિક રહીશો પરેશાન છે. - Divya Bhaskar
ભારતી રો હાઉસ પાસે શાળાની બાજૂમાં ખુલ્લી કાસના કારણે મચ્છરોના ત્રાસથી સ્થાનિક રહીશો પરેશાન છે.
 • શાળા નજીક આવેલી ખુલ્લી કાંસને પુરવા માટે સ્થાનિક રહીશોની રજૂઆત
 • માર્ગોજની પ્રાથમિક સુવિધા જ નહીં મળતાં ખખડધજ માર્ગોથી આ વિસ્તારના રહીશો પરેશાન

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3ના રહીશો માટે ખુલ્લી કાંસ અને તૂટેલા રસ્તાઓની સમસ્યા યથાવત છે. 11 વર્ષ પહેલાં બનેલો રોડ તૂટ્યા પછી તેની મરામત કરવાની પાલિકા તંત્રએ તકેદારી લીધી નથી. તો આ વિસ્તારનાં લોકોની સમસ્યા સાંભળવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નહીં આવતા હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. સાથે જ કેટલાંક વિસ્તારોમાં પાલિકાનું પાણી પુરતા ફોર્સથી નહીં આવતાં કેટલાંક વિસ્તારો સુધી પહોંચતુ જ નથી.

ઓછા સફાઈ કર્મીઓથી તકલીફ પડે, વધુ કર્મી ફાળવે તે જરૂરી
અમે નારાયણ નગર-2માં અંદાજિત 26 વર્ષથી રહીએ છીએ.અમારી સોસાયટીમાં જોવા જઈએ તો વિકાસના તો ઘણા કામો થયા છે.રોડ રસ્તા પણ બનેલા છે.પરંતુ પાલિકાની પાણી લાઈનમાં પૂરતા ફોર્સમાં પાણી નહિ આવતા સોસાયટીના પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે.સફાઈ કર્મીઓ ઓછા હોવાના કારણે તકલીફો રહે છે. જેથી સફાઈ કર્મીઓ વધારવામાં આવે તેવી અમારી માંગ છે. > પરેશા ટેલર,નારાયણ નગર- 2,ભરૂચ

રસ્તા તકલાદી બનતા જલ્દી તૂટી જાય છે , કોઈ જોવા આવતું નથી
અમારા વિસ્તારમાં નગરપાલિકાની પાણીની પાઈપ લાઈન તો છે,પરંતુ તેમાં પાણી આવતું નથી.અહીંયા રોડ રસ્તા બને છે.પરંતુ કોઈ પણ કામગીરી માટે ખોદવામાં આવતો રોડ રસ્તોની પુનઃ કામગીરી નહીં થતા અહીંયાના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.જે અંગે ચૂંટાયેલા સભ્યોને રજૂઆતો કરીએ છીએ પણ કોઈ જોવા પણ આવતું નથી.> જગદીશ પઢીયાર, નારાયણ નગર -4, ભરૂચ

ખુલ્લી કાસ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે
અમારા ભારતી નગર રો-હાઉસમાં પાણી અને ગટરો, સાફ સફાઈની ઘણી સમસ્યાઓ છે. ચૂંટણીઓ આવે ત્યારે સભ્યો વોટ લેવા આવે છે.પરંતુ ચૂંટાયા બાદ કોઈ કામ હોય તો જ દેખાય છે.આ વિસ્તારમાં બહાર મોટી ખુલ્લી કાસ આવેલી છે જેના કારણે ગંદકી,દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ છે. નજીકમાં આવેલી શાળામાં આવતા વિદ્યાર્થીઓ બહાર રમતા હોય છે.જેથી ખુલ્લી કાસને બંધ કરવાની અમારી માંગ છે. > સવીતા પરમાર,ભારતી નગર, ભરૂચ

અમારી સોસાયટીમાં 11 વર્ષ પહેલા રોડ બનાવાયા હતા
અમે ભારતી નગરમાં 20 વર્ષથી રહીએ છીએ, અમારા વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન ગટર લાઈનનો છે.જેના કારણે બનેલા રોડને ખોદવા પડે છે જેથી રોડ બિસ્માર બની જાય છે.જેથી વાહન ચાલકોને ભારે તકલીફો વેઠવી પડે છે.11 વર્ષ પહેલા બનેલા રોડ પછી કોઈ કામગીરી કરાઈ નથી.પાલિકાનું પાણી આવે છે પણ અમારી સોસાયટી છેલ્લી હોવાના કારણે ઓછા ફોર્સથી આવે છે.સોસાયટીના લોકો ઘર દીઠ 5 હજાર રૂપિયા ઉઘરાવી પછી ગટર લાઈન બનાવી હતી.> કૈલાશ પટેલ,ભારતી નગર,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો