તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભરૂચમાં દોડતી સીટી બસની સામે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન, નગરપાલિકાના પ્રમુખે મામલો થાળે પાડ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • નગરપાલિકા હદની બહાર પણ સીટી બસ દોડતી હોવાથી રિક્ષા ચાલકોની રોજી રોટી સામે પ્રશ્ન
  • આજે સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કોશિશ કરી

ભરૂચ નગરપાલિકા દ્વારા શરુ કરાયેલી સીટી બસના વિરોધમાં જાય ભારત ઓટો રિક્ષા એસો. દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજરોજ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કોશિશ કરી હતી.

ભરૂચ નગરના લોકોની સુખાકારી માટે નગરપાલિકા દ્વારા સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યા છે. આ સીટી બસ સેવા નગરપાલિકાની હદની 5 કિમી હદમાં આવતા આજુબાજુના વિસ્તારોમાં પણ દોડી રહી છે જેની સામે જાય ભારત ઓટો રિક્ષા એસો. દ્વારા રજૂઆત કરી ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેના પગલે આજરોજ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા અન્ય રિક્ષાઓને પણ રોકી ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તેઓને રોકી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

આ મામલો પેચીદો બનતા નગરપાલિકા પ્રમુખે પણ દરમિયાનગીરી કરવી પડી હતી અને આગામી બે દિવસમાં રિક્ષા ચાલકોની 50 ટકા જેટલી માંગણીઓ સંતોષવા અંગેની બાંહેધરી આપી હતી જેના પગલે રિક્ષા ચાલકોએ ચક્કાજામનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.

મહત્વનું છે કે, સીટી બસ સેવાનો પ્રારંભ થતા કેટલાય નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા જે બેફામ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે તેની સામે પણ નગરજનોને રાહત મળી છે. કેટલાય નગરજનોએ જણાવ્યું હતું કે, રિક્ષા ચાલકો દ્વારા કોરોના કાળ દરમિયાન જે ભાવ વધારો કરી દેવામાં આવ્યો હતો તે હાલમાં તેટલો જ રાખવામાં આવ્યો છે અને તેની સામે પેસેન્જરો પણ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે ત્યારે સીટી બસ થકી નગરજનો પણ રાહત અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...