ચૂંટણી ટાણે સેવાકાર્ય:અંકલેશ્વરના ભડકોદ્રા ગામના રિક્ષા ચાલકોએ મતદારોને ઘરેથી મતદાન મથક સુધી પહોંચાડી સેવા કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં પણ આપવામાં આવે છે ફ્રી સેવા

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામના રિક્ષા ચાલકો દ્વારા વિધાનસભા, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં મતદારોને તેઓના ઘરથી મતદાન મથક સુધી પહોંચાડી સેવા આપવામાં આવે છે. ત્યારે આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ તમામ રિક્ષા ચાલકોએ લોકશાહીના પર્વના દિવસે ગામના વિવિધ વિસ્તારોમાંથી મતદારોને મતદાન મથક ખાતે લઈ જવા અને મૂકી જવાની અનોખી સેવા આપવામાં આવી હતી.

નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ચૂંટણીને લઇ 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે છે કે જિલ્લામાં સરપંચ પદ માટે 1176 ઉમેદવારો અને સભ્ય પદ માટે 6987 ઉમેદવારો મેદાને છે.

ચૂંટણી પ્રક્રિયા માટે ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા 153 બસોની ફાળવણી કરાઈ છે. આજે યોજાનારી ચૂંટણીમાં 7.24 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે માટે સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળી 15 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ કરાઇ રહ્યો છે. એવામાં ભડકોદ્રા ગામે રિક્ષા ચાલકો દ્વારા લોકશાહીના આ પર્વ નિમિત્તે ફ્રી સેવા પૂરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...