તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 'Rewa Aranya' Project To Become A Shelter For Thousands Of Birds In Bharuch, Plans To Plant Another 10,000 Trees In An Area Of 4.5 Km

વિશ્વ પર્યાવરણ દિવસ:ભરૂચમાં 'રેવા અરણ્ય' પ્રોજેક્ટ બનશે હજારો પક્ષીઓનું આશ્રય સ્થાન, સાડા ચાર કિમી વિસ્તારમાં વધુ 10 હજાર વૃક્ષો વાવવાનું આયોજન

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 5000 વૃક્ષો ઉછરી ચૂક્યા છે
  • 58 પ્રજાતિના અલગ અલગ વૃક્ષો રોપવામા આવી રહ્યા છે

હાલ સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં હરણફાળ ભરી રહેલ ભરૂચ જીલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિખ્યાત છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે ભરૂચ જીલ્લાની સેવાભાવી સંસ્થાઓ પણ કટિબદ્ધતા વ્યક્ત કરી રહી છે. ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ, સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પક્ષીઓનું આશ્રયસ્થાન બની શકે તેવા વન રેવા અરણ્ય વિકસાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. હાલ સુધીમાં બે તબકકાનું વૃક્ષારોપણ કરવામાં આવી ગયું છે. આજથી ત્રીજા અને ચોથા તબક્કાનો પ્રારંભ થશે.

સાડા ચાર કિમી વિસ્તારમાં વૃક્ષારોપણ કરાશે
અંદાજીત 4.5 કિમી સુધીના વિસ્તારમાં વિવિધ 58 પ્રજાતિના દેશી વૃક્ષોનું રોપણ કરી આ વન ઉભું કરવામાં આવશે જે પક્ષીઓના આશ્રય માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરશે અને સાથો સાથ પર્યાવરણની જાળવણીમાં પણ ઉપયોગી સાબિત થશે.

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજથી ગડખોલ પાટિયા સુધી જુના નેશનલ હાઇવે નંબર 8 અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર 4.5 કિમિ સુધીના લાંબા વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભું કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને પક્ષીઓનું આશ્રયસ્થાન બની રહે તેવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં ઉછરી ચૂક્યા છે 5000 વૃક્ષ
​​​​​​​રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત ભાગ એક અને ભાગ બે માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હાલ સુધીમાં 6500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જે પૈકી 5000 થી વધુ વૃક્ષો ઉછરી ગયા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં ભરૂચ જીલ્લાના વિવિધ ઉદ્યોગો જેવા કે પી.આઈ. ઇન્ડ. પાનોલી, સુભાશ્રી પીગ્મેન્ટસ, અંકલેશ્વર, ડેક્કન ફાઈન કેમિકલ, અંકલેશ્વર, સોલ્વે ઇન્ડિયા પાનોલી, ગ્રાસીમ ઇન્ડ. વિલાયત સહિતના ઉદ્યોગો દ્વારા સી.એસ.આર. અંતર્ગત આ પ્રોજેક્ટને સહાય કરવામાં આવી છે.

હજારો પક્ષીઓ માટે નવું રહેઠાણ બનશે
​​​​​​​
પર્યાવરણની જાળવણી થાય અને વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી નેમ આ તબક્કે લેવામાં આવી હતી. પર્યાવરણ દિન નિમિત્તે આ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાની ફ્લેગ ઓફ સ્વરૂપે 50 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. રેવા અરણ્યમાં ખાસ કરીને પક્ષીઓ આવીને વસવાટ કરી શકે તેવા દેશી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને લીમડો, ગરમાળો, ગુંદા, અરડુસો, કાસિદ, પીપળો, મહુડો, આમલા, આંબા, બીલી, ગુલમહોર, જામફળ સહિતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ત્રીજા અને ચોથા તબક્કામાં 10 હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે જે આવનાર સમયમાં પૂર્ણ થશે અને કુલ 16 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર બાદ તેની યોગ્ય માવજત સાથે ઉછેર પણ થશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં કોવીડના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 હજાર વૃક્ષો પણ રોપવામાં આવ્યા હતા જેમાં કોવિડ થકી મૃત્યુ પામનાર વ્યક્તિઓના સ્વજનો એ રેવા અરણય ખાતે આવે પોતાના સ્વજનની સ્મૃતિમાં એક વૃક્ષ વાવ્યું હતું. કોવિડ ની બીજી લહેરમાં ઘણા દર્દીઓના ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થયા હતા ત્યારે આવું લિલુ છમ વન ઉભું કરવાથી પ્રાકૃતિક રીતે પણ ઓક્સિજન વાતાવરણમાં મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...