વિકાસ:ભરૂચના લિંકરોડના માર્ગ પર રીસરફેસિંગનું ખાતમુહૂર્ત કરાયું

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ-2020-21 ની ગ્રાંટમાંથી રૂા.250 લાખના ખર્ચે ભરૂચના લીંક રોડ ( શકિતનાથ સર્કલ થી શ્રવણ ચોકડી ) રોડના રીસરફેસિંગ કામગીરીની ખાતમુહુર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના વરદ્હસ્તે કરાઈ હતી.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે રોડના રીસરફેસિંગ કામગીરી દસ દિવસમાં પૂર્ણ થશે. રાજ્ય સરકાર દ્વારા રોડ, લાઈટ, ગટર,પાણી વગેરે જેવી સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ કરીને ઉડીને આંખે વળગે તેવો નેત્રદીપક વિકાસ કર્યો છે.

ભરૂચના ઉમરાજ, નંદેલાવ, ભોલાવ, ઝાડેશ્વર વિસ્તારોમાં પાણી, રોડ જેવા તમામ માળખાકીય સુવિધાની કામગીરીને પણ અગ્રતા આપી છે. આ પ્રસંગે નગરપાલિકાના ચૂંટાયેલા હોદેદારો તેમજ અન્ય આગેવાનો અને પદાધિકારીઓ, નગરજનો, માર્ગ તેમજ મકાન વિભાગના અધિકારી ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...