તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓમાં નારાજગી:નર્મદા કોલેજમાં BBA સેમ-1 માં પ્રેક્ટિકલ ન લેવાતા 142 છાત્રોનું રિઝલ્ટ અટવાયું

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા લેવામાં નહીં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઇ
  • બેજવાબદારો સામે કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લા NSUIની માગ

નર્મદા કોલેજમાં BBA sem-1 માં એક્ષટર્નલ કોમ્પયુટર પ્રેક્ટીકલ પરીક્ષા ન લેવાતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાથૅીઓનુ રિઝલ્ટ DLOમાં રાખ્યું છે જેથી આશરે ૧૪૨ વિધાથૅીઓનું ભવિષ્ય કોલેજ સંચાલકોએ લટકતું રાખ્યું. VNSGU યુનિવર્સિટીને સલંગ્ન BBA વિભાગની તમામ કોલેજો દ્વારા જે તે સમયે ઇન્ટર્નલ પરીક્ષા લેવામાં આવી હતી અને યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષા નિશ્ચિત સમયમાં લેવામાં આવે તેમ તમામ કોલેજોમાં જણવ્યું હતું છતા નમૅદા કોલેજમાં પરીક્ષા કેમ લેવામાં ન આવી એક ગંભીર પ્રશ્ર્ન છે.

નમૅદા કોલેજનાં સંચાલકોની હરહંમેસ વિદ્યાર્થી હિતના વિરુદ્ધ ની નિતી હોય છે. અગાઉ નાં સમયમાં પણ આ કોલેજનાં સંચાલકો દ્રારા વિદ્યાથૅીઓના ભવિષ્ય તેમજ સ્વસ્થ્ય ને ગંભીર રીતે જોખમમાં મૂક્યા હોય તેવા કાયૅ કરેલ છે.આ વિદ્યાથૅીઓના ગંભીર મુદ્દે આજે કોલેજના આચાયૅ સાથે અગાઉ ના સમયમાં પરીક્ષા કેવી રીત લેવી એ અંગે ચચૅા તેમજ રજુઅાત કરવા ગયા પરંતુ આચાયૅ મુલાકાત ન આપી કોઇપણ જવાબ ન આપ્યા. આથી વિદ્યાર્થીીઓના ભવિષ્ય સાથે બેજવાબદારી દાખવા બદલ BBA ફેકલ્ટી હૅડ , સંચાલકો તેમજ જવાબદાર પર યોગ્ય કડકમાં કડક કાયૅવાહિ કરે ભરુચ જિલ્લા NSUI દ્વારા માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...