તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • BJP Candidates Resolve To Dedicate Themselves To The Cause Of The People On The Occasion Of Pandit Dindayal's Death Anniversary In Bharuch

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણ્યતિથી:ભરૂચમાં પંડિત દિનદયાળની પુણ્યતિથી નિમિત્તે ભાજપેના ઉમેદવારોએ પ્રજાના કાર્યો માટે સમર્પિત થવાનો સંકલ્પ લીધો

ભરૂચ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પારદર્શક રીતે થઈ હોવાનો જિલ્લા ભાજપ અધ્યક્ષનો દાવો

ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળની પુણ્યતિથી નિમિત્તે તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ જણાવ્યું હતુ કે, જે કાર્યકરોને ટિકિટ મળી શકી નહોતી તેમની માફી પણ માંગવામાં આવી હતી.

ચૂંટણીના ઉમેદવારોને સંકલ્પ લેવડાવાયોજનસંઘના સ્થાપક પંડિત દિન દયાળની પુણ્યતિથી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંડિત દિન દયાળને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરીયા, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ યોગેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોને પ્રજાના કાર્યો માટે સમર્પિત થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ જણાવ્યુ હતું કે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પારદર્શક રીતે થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને જે કાર્યકરોને ટિકિટ મળી શકી નથી તેમની માફી પણ માંગવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો