તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ નગર પાલિકા વોર્ડ નં-8:લોકશાહીના પર્વમાં કાલુપુર તકિયાબાવાના રહીશો મત આપે, બદલામાં માત્ર આશ્વાસન

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલુપુર તકિયા બાલાપીર દરગાહના લોકોની નર્કાગાર જેવી સ્થિતિ. - Divya Bhaskar
કાલુપુર તકિયા બાલાપીર દરગાહના લોકોની નર્કાગાર જેવી સ્થિતિ.
  • ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 8 નો સ્લમ વિસ્તાર વિકાસથી હજી જોજનો દૂર

ભરૂચ શહેરનો વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ કાલુપીર તકિયા બાલા પીર દરગાહ વિસ્તારના લોકો લોકશાહીમાં પોતાનું યોગદાન તો આપે છે પણ તેમને નાગરિક તરીકે મળવા જોઈએ તે હક્કો કે લાભો પણ મળ્યા નથી. અહીંના લોકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. અહીં ખુલ્લી ગટરોના કારણે બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે લોકશાહીના પર્વમાં સહભાગી બનીએ છીએ પણ અમને સુવિધા આપવામાં તંત્ર કે અમારા વિસ્તારમાંથી ચૂંટાતા પ્રતિનિધિઓ પુરતું ધ્યાન નથી આપતા.

પ્રમુખ કહે છે આ વિસ્તાર અમારામાં નથી આવતો
અહીંયા ગંદકી તો ઠીક લાઈટો પણ નહીં હોવાના કારણે બાળકો અને વૃધ્ધોને ભારે તકલીફો વેઠવી પડે છે. ખુલ્લી ગટરોના કારણે મચ્છરો અને જીવ જંતુઓનો ભય હમેશા સતાવે છે. જેના કારણે બાળકોને પણ બહાર રમવા દેવાની પણ ડર સતાવે છે. પ્રમુખને મળતા તેઓ એક વખત અમારા વિસ્તારની મુલાકાત લેવા આવ્યા હતા. પરંતુ અમને આ વિસ્તાર નહીં લાગતો હોવાનું અને આશ્વાશન આપીને જતા રહ્યાં હતા. - રીના વસાવા,કાલુપીર તકિયા બાલા પીર દરગાહ.

અહીં પાંચ વર્ષથી બીજેપીના સભ્યો ચૂંટાય આવે છે
હું પાલિકાના વોર્ડ નંબર-8 માં છેલ્લા 30 વર્ષથી મારા પુરા પરિવાર સાથે ભાડેથી રહું છું. 15 વર્ષથી અમારા વોર્ડમાં બીજેપીના સભ્યો ચૂંટાઈને આવે છે. પરંતુ કોઈ દિવસ અમારા વિસ્તારમાં જોવા પણ આવતા નથી. અહીંયાથી ખુલ્લી મોટી ગટર લાઈન પસાર થતી હોય અનેક વખતે પાઇપો નખાવા અને ગટર લાઈન બંધ કરવા રજૂઆતો કરી છે. ચોમાસા તો ગટરના પાણી અમારા ઘરમાં ભરાય જવાથી બહાર નીકળી જવું પડે છે. તેમ છતાંય પણ કોઈ પાર્ટીઓ વાળા આ વિસ્તારનો વિકાસ તો દૂર લોકોની સમસ્યાઓ પણ દૂર કરતા નથી. - અબ્દુલ ઘડીયાલી, કાલુપીર તકિયા બાલા પીર દરગાહ.

ગંદકીના કારણે અમારા ઘરે કોઈ મહેમાનો પણ આવતા નથી
અમે લોકો આ વિસ્તારમાં 40 વર્ષથી અમારા પરિવારો સાથે રહીને મજૂરી કરીને જીવન ગુજારીએ છીએ. અમારા મકાનો નજીક જ બાલાપીર કબ્રસ્તાન આવેલું છે પરંતુ તેમના પણ કચરાના ઢગલો જોવા મળે છે. કોઈ સફાઈ કર્મીઓ અમારા વિસ્તારમાં સફાઈ કરવા તો શું જોવા પણ આવતા નથી.અહીંયાની ગટરો ઉભરાય તો અમારે જાતે જ તેને સાફ કરવી પડે છે. અમારે કોઈ પ્રસંગ કરવો હોય તો બહાર આવતા મહેમાનો અહીંયાની ગટર અને ગંદકી જોઈને આવતા પણ નથી. - જશોદા વસાવા,કાલુપીર.

ચોમાસામાં ગટરના દુષિત પાણીથી ભારે હાલાકી પડે છે
અમારા વિસ્તારમાં ઘણા વર્ષો પહેલા એક બાજુની ખુલ્લી ગટર લાઈનમાં પાઇપો નાખીને બંધ કરવામાં આવી હતી. પરંતુ તેના ઉપર મુકવામાં આવેલી ચેમ્બરો નહીં બનાવવામાં આવતા કેટલાય બાળકો રમતા રમતા અંદર પાડવાના બનાવો પણ બનતા હતા.જેથી અમે લોકોએ પોતાના ખર્ચે પથ્થરો અને લાકડાં લાવીને તેને બંધ કરી છે. ચોમાસામાં તો આ વિસ્તારમાં રહેવાતું પણ નથી. ખુલ્લી ગટરના કારણે ગંદુ અને દુષિત પાણી રોડ ઉપર
વહેતુ હોવાના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે. ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે તેવી પણ માંગ છે. - મહોમદ દીવાન,કાલુપીર તકિયા બાલા પીર દરગાહ,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો