તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાસંગ્રામ:ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 6માં આવતા દુબઈ ટેકરીના રહીશો વિકાસના ફળ ચાખી ન શક્યા

ભરૂચ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
વર્ષો પહેલાં બનેલા રસ્તા પાલિકાએ જ ખોદી નાંખ્યા - Divya Bhaskar
વર્ષો પહેલાં બનેલા રસ્તા પાલિકાએ જ ખોદી નાંખ્યા
 • આ વિસ્તારની ખુલ્લી ગટરોમાંથી વહેતું દુષિત પાણી નર્મદા નદીમાં ભળે છે
 • ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ જીત્યા પછી ક્યારેય આવતા જ નથીઃ સ્થાનિકો

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ દુબઈ ટેકરી વિસ્તાર આજે પણ વિકાસના ફળ ચાખી શક્યું નથી. અહીંના લોકોનું કહેવું છે કે, ચૂંટણી આવે ત્યારે તમામ પક્ષના નેતાઓ અહીં વોટ માંગવા આવે છે. અમારા પ્રશ્નો તે વખતે સાંભળે છે પરંતુ ચુંટાયા પછી પાછા ફરીને અહીં આવતા જ નથી. આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ખુલ્લી ગટરોની છે. આ વિસ્તારમાં લોકોેને બિસ્માર માર્ગો લોકો માટે માથાનો દુઃખાવો બની ગયા છે.

અમારા વિસ્તારમાં બ્લોક નાખવાની રજુઆત કરી હતી
અમારા વિસ્તારના સભ્ય ચૂંટણી પહેલા આવ્યા હતા. લોકો સાથે મિટિંગ કરીને સમસ્યા અંગેપૂછ્યું હતું.ત્યારે અમે આ વિસ્તારમાં બ્લોક નાખવાની રજુઆત કરી હતી. તે સમયે સભ્યોએ બ્લોક નાખવાની બાંહેધરી આપી હતી.પરંતુ ત્યાર બાદ તેઓ આજદિન સુધી જેવા નથી આવ્યા કે બ્લોક લાગાવવામાં આવ્યા નથી. ચોમાસામાં અહીંયાના બાળકોને વૃધ્ધોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. સભ્યોએ ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવા જોઈએ.> સુમિત્રા માછી, દુબઈ ટેકરી

આવાસમાં ગટર લાઈનો ઉભરાતા સફાઈ થતી નથી
આ અમારા દુબઈ ટેકરી આવાસ વિસ્તારમાં રોડ,રસ્તા અને ગટર લાઈનની ઘણી જ સમસ્યા છે.અમારા વિસ્તારમાં કોઈ સફાઈ કરવા પણ કોઈ આવતું નથી. અમારા આવાસની ગટરો અવાર-નવાર ઉભરાય જાય છે.કોઈ સાફ-સફાઈ કરવામાં પણ આવતા નથી. જેથી અમારે સ્વખર્ચે ગટરની સાફ સફાઈ કરાવી પડે છે.15 વર્ષથી પહેલા અહીંયાના વિસ્તારમાં રોડ બન્યા હતા ત્યાર બાદ અહીંયાની હાલત ઘણી જ ખરાબ છે. > દક્ષા પાટણવાડીયા,દુબઈ ટેકરી.

લાખોના ખર્ચે નવા રસ્તાઓ બનાવી ખોદકામ કરીને છોડી દેવાય છે
અમારા વિસ્તારમાં જયારે ચૂંટણીઓ આવે ત્યારે વોટ માંગવા દરેક પાર્ટીના સભ્યો આવે છે.અમારી તકલીફો પૂછીને સાંભળે છે પરંતુ ચૂંટાયા બાદ કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. અમારા વિસ્તારમાં લાખોના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે,પરંતુ કોઈને કોઈ કામગીરી અર્થે તેને તોડીને કામગીરી કરવામાં આવે છે.જેથી આ વિસ્તારના માર્ગો બિસ્માર બની જાય છે.જેથી ચોમાસામાં તો અહીંયાથી અમારે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. > બલદેવ આહીર, દુબઈ ટેકરી.

ખુલ્લી ગટરમાંથી દુર્ગંધ મારતું પાણી નદીમાં ભળે છે
હું આ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી રહું છું.આ વિસ્તારમાં ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ જોવા આવતું નથી.રસ્તાઓ બને છે પરંતુ તકલાદી હોવાના કારણે અમુક સમયમાં તૂટી જાય છે. અહીંયા ખુલ્લી ગટર આવેલી આસપાસની ઘણી સોસાયટીઓનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી સીધું નર્મદા નદીમાં ભળે છે.જેના કારણે નર્મદા નદી પણ પ્રદુષિત બની રહી છે.જેથી આ ગટરને બંધ કારવામાં આવે તો અહીંયાના વિસ્તારના લોકોને રાહત મળી રહશે. > રમેશ પાટણવાડિયા, દુબઈ ટેકરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો