આક્રોશ:ભરૂચના વોર્ડ-10માં સફાઇ મુદ્દે રહીશોનો ભરૂચ પાલિકાએ હલ્લો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાસવારે સર્જાતી સમસ્યા, પાલિકાએ નિરાકરણ લાવવાની બાંહેધરી આપી

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10માં છાસવારે સર્જાતી સાફસફાઇની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહિશોએ આજે બુધવારે ભરૂચ નગરપાલિકામાં હલ્લો મચાવ્યો હતો. પાલિકાના વિપક્ષના નેતા તેમજ કોંગ્રેસના આગેવાનો પણ તેમાં જોડાયાં હતાં. પાલિકા પ્રમુખને તેમની સમસ્યાઓ અંગે રજૂઆત કરતાં પ્રમુખે તાત્કાલીક ટીમ મોકલી સફાઇની કામગીરી શરૂ કરવાવા સાથે વહેલી તકે સમસ્યાનો સંપુર્ણ નિકાલ લાવવાની બાંહેધરી આપી હતી.

ભરૂચ શહેરના વોર્ડ નંબર 10માં આવેલાં ફૂરજા ચાર રસ્તા સહિતના વિસ્તારમાં રહેતાં લોકોએ તેમના વિસ્તારમાં નિયમિત સફાઇ કામગીરી થતી ન હોવાનો રોષ વ્યક્ત કરવા સાથે ભરૂચ નગરપાલિકા ખાતે હલ્લો બોલાવ્યો હતો. તેમના વિસ્તારમાં સફાઇના અભાવે કચરા પેટીઓ ભરાઇ જતી હોવાની તેમજ કચરા પેટીઓમાંનો કચરો ગટરોમાં પડી જવાથી ગટરો પણ ચોક-અપ થવાની સમસ્યાઓ સર્જાતી હતી.

જેના પગલે સ્થાનિકો સહિત સ્થાનિક કોંગ્રેસ પક્ષ ના નગર પાલિકા ના સભ્ય તેહજીબ બેન મુલ્લા, કોંગ્રેસ આગેવાન સોયેબ સુજનીવાલા, વસીમ પઠાણ, રાજા શેખ, સલીમ પરખિયા દ્વારા નગરપાલિકા ના પ્રમુખ ને રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની રજૂઆતોને સાંભળી તુરંત વિસ્તારમાં સફાઇકર્મીઓની ટીમ રવાના કરી છે. આગામી દિવસોમાં વિસ્તારમાં સફાઇનો પ્રશ્ન કાયમી હલ થાય તેવા પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...