સહાય:ભરૂચ જિલ્લાના લોકોને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા ધ્વારા કેન્દ્ર પુરસ્કૃત સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જે અન્વયે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવારને આર્થિક બોજો ન પડે તે માટે સરકાર દ્વારા પરિવારોને એકવાર રૂપિયા 20 હજારની આર્થિક સહાય કરવામાં આવે છે.

ગરીબીરેખાના 0 થી 20 ક્રમ ધરાવતા કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) નું કુદરતી અથવા આકસ્મિક મૃત્યુ થાય ત્યારે તેવા પરિવારોને આ લાભ મળવા પાત્ર છે. મૃત્યુ પામનારની ઉંમર 18 થી 60 વર્ષા સુધીની હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે અરજીકર્તાએ કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના અવસાન થયાના બે વર્ષમાં અરજી કરવી જરૂરી છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મામલતદાર કચેરી, સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...