રજૂઆત:વેલસ્પન કંપનીના કર્મીઓની પડતર માંગણી મુદ્દે નાયબ દંડકને રજૂઆત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 128 દિવસથી કામદારો પોતાની માગ સાથે કંપનીના ગેટ પર બેઠાં છે

ભરૂચ જિલ્લાના વડદલા ખાતે વેલસ્પન કંપનીના કર્મીઓએ સોમવારના રોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલને આવેદન આપીને તેમનો પ્રશ્નને જલ્દી નિકાલ કારાય તેવી માંગણીઓ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, દહેજના વડદલા ખાતે વેલસ્પન કંપની છેલ્લા સાત મહિનાથી કંપની બંધ કરીને અહીંયાના 414 જેટલા કામદારોને અન્ય જિલ્લામાં બદલીના ઓર્ડરો આપી દેતા કામદારોમાં કંપની વિરુદ્ધ આક્રોશ ફેલાઈ ગયો હતો.જોકે કેટલાય કર્મીઓએ પોતાના બદલીના ઓડૅર પણ સ્વીકાર્ય પણ ન હતા.

ત્યાર બાદ થોડા દિવસ પહેલાં પણ 140 જેટલા કર્મચારીઓની રાજ્ય બહાર બદલી કરવામાં આવી હતી.પરંતુ અમુક કર્મીઓ ત્યાં હાજર થતા જ માત્ર 10 દિવસમાં તેમને ડરાવી ધમકાવીને તેમનું રાજીનામું લખાવી લીધું હતું.આ મામલે કર્મચારીઓએ અનેકવાર પત્ર કંપની મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતા 23 મી જૂન 2021થી આજદિન સુધી 128 દિવસથી કામદારો કંપનીના ગેટ ઉપર બેઠેલા છે. આ સમય દરમિયાન કામદાર પ્રતિનિધિઓ દ્વારા 15 વર્ષની ફરજવાળા માટે 25 લાખ,20 વર્ષ વાળા માટે 30 લાખ અને 25 વર્ષ વાળા માટે 35 લાખ એક સામટી રકમ આપી છૂટા થવાની એક સ્કીમ મુકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...