માંગણી:ભરૂચ જિલ્લાના 429 તલાટીની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પૂર્વે ના. મુખ્યમંત્રીએે પ્રશ્નોના નિકાલની ખાતરી આપી હતી

ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા સોમવારે તલાટી મંડળના આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. તલાટીઓને પડતર માંગોમાં પ્રમોશન આપવા,જિલ્લા ફેરબદલીઓનો નિકાલ કરવો, સસ્પેસનની ફાઇલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો અને સસ્પેશનના નિયમો મુજબ કાર્યવાહી કરવી,44 મુજબનો ગ્રેડ પે કરવા સહીતની વિવિધ માંગણીઓ હોય 3 વર્ષ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી.તે સમયે તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

પરંતુ આજદિન સુધી એક પણ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો હોય તાલટીઓએ આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.આ સાથે જ જિલ્લાના તમામ 429 જેટલા તલાટીઓ 20 મી સપ્ટેમ્બરથી કાળી પટ્ટી ધારણ કરી ફરજ નિભાવશે, 27 મી સપ્ટેમ્બરનાં રોજ પેન ડાઉનનો કાર્યક્રમ યોજવામાં આવશે,1 લી ઓકટોબરના રોજ તાલુકા કક્ષાએ અન્ય કાર્યક્રમ યોજશે, ઓનલાઈન તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે અને 7 મી ઓકટોબરે ધરણા યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...