આયોજન:ભરૂચમાં બેફામ બનેલાં તસ્કરોને રોકવા લોક દરબારમાં રજૂઆત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને કાર્યક્રમનું આયોજન કરાયું

ભરૂચ શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે શહેરના આગેવાનો સાથે ખાસ વાતચિત માટે એ ડિવિઝન પોલીસ ખાતે ભરૂચ એસપી ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. લોકદરબારમાં સ્થાનિકોએ સૌથી મોટી સમસ્યા તરીકે ટ્રાફિકનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના પગલે એસપી પાટીલે જણાવ્યું હતું કે, પાલિકાની ટીમને સાથે રાખી શહેરના મુખ્ય રસ્તાઓ પરના દબાણો દુર કરવા સાથે આડેધડ પાર્કિંગને લઇને કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

ઉપરાંત તમામ પીએસઆઇને સાંજના 5 વાગ્યેથી મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર તૈનાત રહી સમસ્યાનું નિરાકરણ લાવવા સુચના આપવામાં આવી હતી. શહેરમાં ચોરીની ઘટનાઓને લઇને પુછાયેલાં પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રીના સમયે પોલીસની નાઇટ પેટ્રોલીંગ સતત ચાલુ હોય છે. તેમ છતાંય જે લોકો તેમના મકાનોને તાળું મારી બહાર ગામ જતાં હોય છે તેઓએ પોલીસને તે અંગેની જાણ કરવી જરૂરી છે. તેમ કરવાથી પોલીસ આવા મકાનો પર ખાસ ધ્યાન રાખશે. રૂંગટા સ્કૂલ સામે વિદ્યાર્થીઓને અકસ્માત ન થાય તે માટે ડીવાઇડરની માગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...