તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફલૂની દહેશત:ભરૂચમાં 20 કાગડાના મોતનો રિપોર્ટ નેગેટિવ

ભરૂચ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બર્ડ ફલૂની દહેશતે સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યાં હતા

ભરૂચના વેજલપુર વિસ્તારના બામણીયા ઓવારા નજીક 20 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી તંત્રે કાગડાઓના મોત કયા કારણોસર થયા છે તે અંગે પશુપાલન વિભાગના અધિકારીઓએ મૃતદેહોનો સેમ્પલ લઈ તપાસ અર્થે પુના લેબમાં મોકલી આપ્યા હતા.

બર્ડ ફલૂની દહેશત અને સાવચેતીના ભાગરૂપે અધિકારીઓએ ભરૂચમાં આવેલી ચીકનશોપ તેમજ મરઘાં ઉછેર કેન્દ્રનો તપાસ હેતુ સર્વે હાથ ધર્યો હતો.જે અંગેનો બુધવારે લેબ રિપોર્ટ આવ્યો હતો.જેમાં જિલ્લા પશુપાલન વિભાગના ડો.આર.એન નાઈના જણાવ્યા અનુસાર, વેજલપુર ખાતે 20 થી વધુ મૃત હાલતમાં મળી આવેલા કાગડાઓને પુના લેબ ટેસ્ટ માટે મોકલાવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કાગડાના મોતનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો