આસ્થાને ઠેસ:ઝાડેશ્વરના નર્મદા કિનારે ટેમ્પો ભરીને ધાર્મિક પુસ્તકો સળગાવી દેવાયા, લોકોમાં રોષ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામ નામની 15થી 20 હજાર ચોપડીઓ સળગાવતા આસ્થાને ઠેસ

ભરૂચમાં હાલ રેવા બે કાંઠે વહી રહી છે ત્યારે આવા સમયે જ નદી કિનારે ટેમ્પો ભરીને રામ નામ લખેલી ચોપડીઓ લાવી તેને સળગાવી દેવાનું આચરાયેલા કૃત્યથી ધાર્મિક આસ્થાને ઠેસ પોહચી છે.

15થી 20 હજાર જેટલી ચોપડીઓ સળગાવાઇ
ભરૂચમાં બે કાંઠે વહેતી રેવા વચ્ચે હાલ લોકોની ધાર્મિક આસ્થા અને લાગણી પણ વધી ગઈ છે. આવા સમયે જ ઝાડેશ્વર નર્મદા નદી કિનારે ટેમ્પો ભરી રામ નામ લખેલી ચોપડીઓ અને અન્ય ધાર્મિક સાહિત્ય લાવવામાં આવ્યું હતું. જેને ટેમ્પામાંથી જમીન ઉપર ઠાલવી 15થી 20 હજાર જેટલી ચોપડીઓનો ઢગલો કરી આગ ચાંપી દેતા સામે આવેલા દ્રશ્યો લોકોની આસ્થાને ઠેસ પોહચવા સાથે ધાર્મિક લાગણી પણ દુભાય છે.

લોકોમાં રોષ
આ સમયે સ્થળ પર હાજર એક યુવતીએ આવું કરી રહેલા વ્યક્તિનો વિરોધ પણ કર્યો હતો અને તેને બરાબર ખખડાવી નાખ્યો હતો. જોકે, એ વ્યક્તિએ ઘરે ચોપડીઓનો ખડકલો થઈ ગયો હોવાથી માલિકે બાળવા મોકલી આપી હોવાનું કહી પોતાની અસ્વસ્થ માનસિકતા છતી કરી હતી. ત્યારે ચોપડીઓ સળગાવી નિકંદનનો કરાયેલા પ્રયાસે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...