લોકોને રાહત:ભરૂચમાં રસ્તાઓના પેચર્વકની કામગીરી શરૂ થતા લોકોને રાહત

ભરૂચ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ખાડાઓ પડી જતાં માર્ગો બિસ્માર બન્યાં હતાં

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાનની ઘડીઓ ગણાય રહી છે અને આખું વહીવટીતંત્ર તેની તૈયારીઓમાં લાગ્યું છે. આ બધાની વચ્ચે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેરના માર્ગો પર ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં હતાં. બીજી તરફ ટેન્ડરીંગની પ્રક્રિયામાં વિલંબના કારણે નવા રસ્તાઓની કામગીરી અટકી પડી હતી. નગરપાલિકામાં ટેન્ડરીંગને લઇ શાસક અને વિપક્ષ વચ્ચે જંગ જામ્યો હતો તેવામાં વિધાનસભાની ચુંટણી જાહેર થઇ જતાં આચારસંહીતા લાગુ પડી ગઇ છે.

આચારસંહિતામાં વિકાસના નવા કામો કે તેની જાહેરાત થઇ શકતી નથી. બીજી તરફ લોકોએ પણ હવે બધા કામો ચુંટણી પછી થશે તેવી માનસિકતા બનાવી લીધી છે. ભરૂચ શહેરમાં ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. જયાં ખાડાઓ પડી ગયા હતાં ત્યાં ડામર પુરી દેવામાં આવ્યો છે. ખાડાઓ પુરાય જતાં વાહનચાલકોને હાશકારો થયો છે.

પેવર બ્લોકથી રસ્તા બની રહયાં છે
ભરૂચના કસક વિસ્તારમાં પેવર બ્લોકથી રસ્ બનાવવામાં આવી રહયો છે. કસક સર્કલથી પ્રતિમ નગર સોસાયટીના ઢોળાવ સુધી રસ્તો બનાવવાનું કામ ચાલી રહયું છે. રસ્તો સાંકડો થતાં વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...