તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:રિલાયન્સ કંપની કોરોનાથી મૃત્યુ પામનાર કર્મીને 10 લાખ આપશે

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓને 50 લાખ વળતર ચૂકવવા માંગ કરાઇ હતી

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી રિલાયન્સ કંપનીમાં પણ કોરોનાથી સંક્રમિત થવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4થી 5 કંપનીમાં કાયમી અને કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોના મોત થયા છે. જે બાબતે ગંધાર પેટ્રોકેમીકલ કર્મચારી યુનિયન આઇપીસીએલ, દહેજના પ્રમુખ મહેશ પરમારે લેખિતમાં રીલાયન્સ કંપનીના સીએચઆરઓ અશ્વિની પ્રસારને પત્ર લખીને કોરોનાથી મૃત્યુ પામનાર દરેક કર્મીને કંપની તરફથી 50 લાખની સહાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

જે અંગે રિલાયન્સ કંપની મેનેજમેન્ટ દ્વારા પોતાના કર્મચારી, કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે તે કર્મચારીઓના પરિવારને 5 વર્ષ સુધી સંપૂર્ણ પગાર અને તેમના બાળકો માટે સંપૂર્ણ શિક્ષણ આપવા તથા રિલાયન્સ, કોવિડ -19માં મૃત્યુ પામનારા તમામ ઓફ-રોલ કર્મચારીઓના દુખી પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયાની સહાયતાની જાહેરાત રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ કરી છે.જેથી કામદારોમાં ખુશી ફેલાય છે.

અન્ય સમાચારો પણ છે...