તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:રિલાયન્સ કંપનીના અધિકારીની શખ્સને મારી નાંખવાની ધમકી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગરાના રહિયાદ ગામની સીમમાં ગૌચરની જમીનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ પાઇપ લાઇનનું કામ કરી રહ્યાં હોઇ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના કહેવાથી ભત્રીજાએ તેમને કામ નહીં કરવા કહેવા જતા ઝઘડો કરી ધમકીઓ આપી હતી.

દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા રહિયાદ ગામની સર્વે નંબર 723માં છેલ્લા 6 દિવસની પાઇપ લાઇનનું કામ કરાવવામાં આવી રહ્યું છે. જે અંગે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વસંતબેનના કહેવાથી તેમનો ભત્રીજો સૌનક બળવંત ગોહિલે સ્થળ પર જઇ પાઇપ લાઇનનું કામ કરાવનાર કંપનીના અધિકારી અનુપમભાઇને જણાવ્યું હતું કે, આ ગૌચરની જગ્યાં હોઇ તેમજ તેની દેખરેખ ગ્રામ પંચાયત હસ્તક હોઇ ત્યાં અગાઉ પણ ત્યાં કામ કરવા માટે ના પાડવા છતાં કેમ કામ થઇ રહ્યું છે. તેમ પુછતાં રિલાયન્સના અધિકારી અનુપમે અમે માત્ર જીઆઇડીસીનું માનીએ છીએ ગ્રામ પંચાયત સાથે અમારે કોઇ લેવાદેવા નથી તેમ કહીં તેમની સાથે બોલાચાલી કર્યાં બાદ જો કામ બંધ કરાવવા આવશો તો હાથ-પગ તોડાવી જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. જેના પગલે સૌનકે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...