કાર્યવાહી:નર્મદા મૈયા બ્રીજ ઉપર જાહેરનામાનો ભંગ કરતા વાહન ચાલક સામે લાલઆંખ કરતું તંત્ર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ સી ડીવીઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ ઉપર જાહેરનામાનો ભંગ કરતા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બ્રિજ નિર્માણ કર્યા બાદ અકસ્માતની ઘટનાઓ સામે આવતા તંત્ર દ્વારા ભારે વાહનો અને અતિભારે વાહનોના અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેના લઇ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન બોલેરો પીકઅપ ગાડી નંબર-એમ.એચ.48.સી.બી.5635 આવતા તેને અટકાવી હતી અને જાહેરનામાનો ભંગ બદલ ચાલક ઓમકાર દેવરે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...