આગાહી:ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિચાણવાળા વિસ્તારના લોકોને તાકીદે ખસી જવા સૂચના

ભરૂચ જિલ્લામાં ગઇકાલ રાત્રીથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે સવારથી જ જિલ્લામાં સતત વરસાદી માહોલ રહ્યો છે. જેના પગલે જિલ્લાના 9 પૈકી 3 તાલુકામાં બે ઇંચ, એક તાલુકામાં દોડ ઇંચ તેમજ નેત્રંગમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીને લઇને જિલ્લામાં વહિવટી તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે કલેક્ટરે પણ નિચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને તાકીદે ખસી જવા સહિત લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.

ભરૂચ જિલ્લામાં સોમવારે વરસેલાં વરસામાં સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં જ મેઘરાજાએ મનમુકીને વરસ્યો હતો. જેના પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જિલ્લામાં સોમવારે નેત્રંગમાં સૌથી વધુ 70 મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વાલિયામાં, ઝઘડિયા તેમજ ભરૂચમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો.

અંક્લેશ્વરમાં દોડ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે હાંસોટમાં 16, વાગરામાં 12, જંબુસર અને આમોદમાં 7-7 વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીને લઇને જિલ્લામાં વહિવટી તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે કલેક્ટરે પણ નિચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને તાકીદે ખસી જવા સહિત લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...