તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:8 શિક્ષકોને 16 લાખની રિકવરીની નોટીસ, છતાં હજૂ વસુલાત બાકી

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં CCCના ખોટા સર્ટી જમા કરાવી ઉચ્ચ પગારનો લાભ લીધો

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરીથી ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતનો ફેક સીસીસી શર્ટીફિકેટકાંડ સામે આવ્યો છે. જિલ્લાભરના કેટલાક પ્રાથમિક શિક્ષકોએ ઉચ્ચ પગાર ધોરણનો લાભ લેવા માટે ફેટ સર્ટિફિકેટ જમા કરાવીને વર્ષો સુધી લાભ લીધો હતો. તે અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થયા ભરૂચ તાલુકાના 8 શિક્ષકો પાસેથી 16.42 લાખ રૂપિયા વસૂલવા માટે નોટિસ પ્રસિદ્ધ કરી હતી. જોકે ત્રણ વર્ષ અગાઉ કરાયેલી આ નોટિસમાં આજ દિવસ સુધી કાર્યવાહી થઇ નથી. નવા નિયામાયેલા જિપ્રાશિ આ દિશામાં કાર્યવાહી કરશે તેવી લાગણી શિક્ષકોમાં પ્રવર્તિ છે. વધુ તપાસ થાય તો આવા ફેક શર્ટિફિટ લઇને લાભ લેતા ઘણા શિક્ષકો બહાર પડે તે શક્યતા છે. જોકે હવે તાલુકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તે દિશામાં કામ કરશે કે કેમ તે જોવુ રહ્યુ.

રાજ્ય સરકારે 9,20 અને 31 વર્ષ પૂરા કર્યા બાદ ઉચ્ચ પગાર ધોરણ મેળવનાર લાભાર્થીઓ માટે સીસીસીનું સર્ટિફિકેટ ફરજિયાત પણે લાગુ કર્યુ હતુ. ત્યારથી જ કેટલાક શિક્ષકોએ ઉચ્ચ અધિકારીઓ સાથે મીલીભગત કરીને ભ્રષ્ટાચારનું બીજ રોપ્યુ હતુ. જોકે ભરૂચ તાલુકાના ફેક શર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો હાલ વટથી નોકરી કરી રહ્યા છે. તેમની સામે ફેક સર્ટિ રજૂ કરવા બદલ કોઇ કાનૂની કાર્યવાહી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો