તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Record Break In One Day At Kovid Cemetery In Bharuch 62 Funerals Of The Deceased, The Atmosphere Is Gloomy With The Cries Of Relatives

કોરોનાના કારણે મોતનું તાંડવ:ભરૂચના કોવિડ સ્મશાનમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 62 મૃતકોના અંતિમ સંસ્કાર, સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી મોડી રાત સુધી ચિતા સળગી રહી હતી
  • અત્યાર સુધીમાં 1200થી વધુમૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

ભરૂચમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે ત્યારે નર્મદા નદીના કિનારે બનાવાયેલા છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ 62 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

કોરોનાની બીજી લહેર ઘાતકથી વધુ ઘાતક સાબિત થઈ રહી છે એમાં પણ ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં વધતો મૃત્યુઆંક ચિંતાનું કારણ બન્યો છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યમાં સૌ પ્રથમ વાર સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 62 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી ચિતા સળગી રહી હતી અને મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વરમાં માનવ વસાહતો નજીક સ્મશાન ગૃહ આવેલા હોવાના કારણે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના કિનારે જુલાઈ 2020માં સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં અત્યાર સુધીમાં 1200થી વધુમૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જ્યારે તંત્રના ચોપડે કોરોનાથી થયેલ મૃત્યુનો આંક 77 જ નોંધાયો છે ત્યારે આંકડામાં મોટો તફાવત જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...