ભાસ્કર વિશેષ:ભાડભૂતમાં રઝળતી શ્રીજી પ્રતિમાઓનું પુન: વિસર્જન

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસર્જન બાદ મૂર્તિઓ કિનારા પર આવી જતાં ધાર્મિક લાગણી દુભાઇ હતી

ભરૂચના ભાડભૂત ગામે વિસર્જન બાદ કિનારા પર રઝળી રહેલી શ્રીજીની પ્રતિમાઓનું સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ ફરીથી વિસર્જન કર્યું હતું. 9 ફુટ કરતાં વધારે ઉંચાઇની પ્રતિમાઓને ભાડભુતના કિનારે વિસર્જીત કરવામાં આવી હતી પણ બીજા દિવસે સવારથી પ્રતિમાઓ રઝળતી જોવા મળતાં ધાર્મિક લાગણી દુભાઇ હતી.

ભરૂચમાં 7 ફુટની ઉંચાઇ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું હતું જયારે વધારે ઉંચાઇવાળી શ્રીજી પ્રતિમાઓને વિસર્જન માટે ભાડભુત ખાતે લઇ જવામાં આવી હતી. વિસર્જન બાદ ગણેશ યુવક મંડળો પરત ઘરે આવી ગયાં હતાં પણ બીજા દિવસે સવારથી શ્રીજીની પ્રતિમાઓ રઝળતી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં હીંદુ ધર્મ સેનાના કાર્યકરો ભાડભુત ખાતે પહોંચી ગયાં હતાં.

તેમણે કિનારા પર રઝળતી પડેલી પ્રતિમાઓને નદીની વચ્ચે લઇ જઇને પુન: વિસર્જીત કરી હતી. ભાડભુતના સરપંચ સુનીલ માછી અને આગેવાન કાલિદાસ ટંડેલના સહકારથી બોટ અને તરોપાની મદદથી આખી કામગીરી પાર પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...