મતદાન જાગૃતિ માટે રાત્રીસભા:ભરૂચ શહેરમાં એક સાથે 51 સોસાયટીઓમાં 100 ટકા મતદાન જનજાગૃતિ માટે રાત્રીસભાઓનું આયોજન કરાયું

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરુચની નારાયણ વિદ્યા વિહાર શાળા દ્વારા ભરુચ નગરની વિવિધ સોસાયટીઓમાં નાના બાળકોમાં સાંસ્ક્રુતિક અને આધ્યાત્મિક મૂલ્યનો વિકાસ થાય તે માટે દર સપ્તાહે રાત્રીના સમયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. હવે મતદાન જાગૃતિ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાનાં માર્ગ દર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણઅધિકારીની કચેરી દ્વારા સ્વિપ પ્રવૃત્તિ અન્વયે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેથી નારાયણ વિદ્યા વિહાર શાળા નાં દધિચી પ્રોજેકટ અને સ્વીપ કાર્યક્ર્મનાં અંતર્ગત ભરુચની ૫૧ જેટલી સોસાયટીમાં સો ટકા મતદાન સાથે જન જાગૃતિ અભિયાન હેઠળ 51 જેટલી સોસાયટીઓમા રાત્રી સભાઓનુ આયોજન કરવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...