'નાથ' નગરચર્યાએ નીકળ્યા:ભરૂચ જિલ્લામાં બે વર્ષ બાદ 4 સ્થળોએથી રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ફુર્જા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

બે વર્ષ બાદ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભક્તોને મળવા નગરચર્યાએ નીકળ્યા હતા. ભરૂચ જિલ્લામાં 4 સ્થળોએથી રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

બે વર્ષ બાદ જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા
કોરોનાકાળ દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી નહોતી. ગત વર્ષે સીમિત ભક્તો સાથે મંદિર પરિસરમાં જ રથયાત્રા નીકળી હતી, ત્યારે આ વર્ષે કોરોનામાંથી અંશતઃ રાહત મળતા હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. ભરૂચ શહેરમાં 3 સ્થળોએથી રથયાત્રા કાઢવામાં આવી હતી. જગતના નાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સથે આજે નગરચર્યાએ નીકળ્યા હતા. ભરૂચના ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા રાજ્યની સૌથી જૂની રથયાત્રા નીકળી હતી. શહેરના ફુર્જા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાના આગેવાનો દ્વારા રથને ખેંચવામાં આવ્યો હતો

જિલ્લામાં 4 સ્થળેથી રથયાત્રા કાઢવામાં આવી
ભરૂચની આશ્રય સોસાયટી ખાતે ઓડિયા સમાજ દ્વારા જગન્નાથ મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. સંતો મહંતો અને આગેવનો દ્વારા આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના દિવ્યેશ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના આગેવાનો વાર ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથયાત્રા શકિતનાથ વિસ્તાર સુધી ફરી પરત મંદિરે પહોચી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

અંકલેશ્વરમાં પણ 20મી રથયાત્રા નીકળી ​​​​​​​અંકલેશ્વર ખાતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે 20મી રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાનના રથને અંકલેશ્વરના નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ગંગાદાસ બાપુ, નગર સેવકો તેમજ આયોજકો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. વાતાવરણ જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વર ખાતે કોમી ભાઈચારા વચ્ચે રથયાત્રા નીકળી હતી. શહેરના મુસ્લિમ આગેવાનો દ્વારા પણ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિમય માહોલમાં ભગવાનની રથયાત્રા સંપન્ન થઇ હતી. અંકલેશ્વર ખાતે રથયાત્રાના કારણે ઓ.એન.જી.સી. બ્રીજ ઉપરથી ભારે વાહનોની આવન જવાન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...