તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ભરૂચમાં 5 સ્થળથી નીકળનારી રથયાત્રા વહીવટી તંત્રે રદ કરી

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્ર્મણ ફેલાય નહીં તે માટે લેવાયો નિર્ણય

ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના દિવસે 5 અલગ -અલગ સ્થળોથી નીકળનાર રથયાત્રાને કોરોના મહામારીના કારણે વહીવટી તંત્રએ રદ્દ રાખવાનો નિર્યણ લીધો છે. જિલ્લામાં દર વર્ષે ફુરજા સ્થિત સમસ્ત ભોઇ જ્ઞાતિપંચ તેમજ આશ્રય સોસાયટીમાં આવેલા ઉડીયા સમાજના જગન્નાથ મંદિર,કસક ખાતેથી ઈશ્કોન મંદિર,અંકલેશ્વરમાં ભરુચીનાકા નજીક આવેલા જગન્નાથ મંદિર અને આમોદ ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

જોકે કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે આ તમામ સ્થળો ઉપરથી રથયાત્રા નીકળશે નહીં. જોકે ભગવાનની પ્રતિમાઓને પરિષરમાં જ ફેરવી પૂજન અર્ચન કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી કે,મંદિરે સોશ્યલ ડીસ્ટન્ટનું પાલન કરીને ભગવાનના દર્શનનો લાભ લઈને ભીડભાડમાં ભેગા નહીં થઈને કોરોના મુક્ત જિલ્લો બનાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...