તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદગીપૂર્ણ ઉજવણી:ભરૂચમાં હકારાત્મક અભિગમ સાથે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરાઈ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસ્જિદમાં ચાર લોકોએ ભેગા થઇ ઇદની નમાઝ અદા કરી
  • તો ઘણા લોકોએ ઘરમાં જ રહી અલ્લાહની બંદગી ગુજારી

ભરૂચમાં આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મસ્જીદમાં ચાર લોકોએ ભેગા થઇ ઇદની નમાઝ અદા કરી તો ઘણા લોકોએ ઘરમાં જ રહી અલ્લાહની બંદગી ગુજારી હતી. હાલ કોરોના વાયરસનો કાળો કહેર વર્તી રહ્યો છે જેની અસર તહેવારો અને ઉત્સવ પર પણ જોવા મળી રહી છે.ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ફાસલે રખે દુરીયા નહી ના હકારાત્મક અભિગમ સાથે ઈદ ઉલ ફિત્ર એટલેકે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઇદની નમાઝ દર વર્ષે ઇદગાહ મેદાન પર અદા કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો એકત્રિત થઇને મોટી નમાઝ અદા કરી દુઆ બંદી ગુજારે છે જે બાદ એક મેકને ગળે મળી ઈદ મુબારકની શુભેચાઓ પાઠવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણના પગેલ ઇદગાહ પર ઇદની નમાઝ મોકૂફ રાખવામાં આવી હતી.

૩૦ દિવસ રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઘણી મસ્જિદોમાં માત્ર ચાર લોકોએ ભેગા થઇ નમાઝ અદા કરી હતી તો મોટાભાગના લોકોએ તેમના ઘરે ઇદની નામઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. લોકોએ એક મેકને ઇદના પર્વની શુભકામના પણ પાઠવી હતી અને કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દુર થાય એવી ગુજારીશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...