માતૃવંદના:રામક્રુષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા માતૃવંદના સ્નેહમિલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ, સીવણ અને કોમ્પ્યુટર ક્લાસ દ્વારા વિવિધ તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે

અંકલેશ્વર શહેર અને તાલુકાની મહિલાઓ પગભર થાય તે માટે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર અને રામક્રુષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા નર્સિંગ અને સીવણ ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ વિવિધ તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે, જે વર્ગો થકી મહિલાઓ તાલીમ આપવામાં આવે છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ઓફિસ રોડ ઉપર આવેલ રામક્રુષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર ખાતે માતૃવનંદ સ્નેહમિલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં વડોદરા રામકૃષ્ણ મિશનના રાજેન્દ્ર મહારાજ અને પ્રકાશ મહારાજે આગામી 26મી ડિસેમ્બરના રોજ શારદાના જન્મ દિનની ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાશે. જે અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં રામક્રુષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર પ્રમુખ ડો.હરેશ શાહ,સેક્રેટરી મનોજ આનંદપુરા અને તાલીમાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...