તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રાજપીપલાના પાલિકા પ્રમુખે મોબાઈલ ટાવરના વર્ષોથી બાકી 11 લાખ વસુલ્યા

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકામાં બાકી વેરો ડોર ટૂ ડોર ઉઘરાવી 70 ટકા રિકવર કર્યા

રાજપીપલા નગરપાલિકા ના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ યુવાન શિક્ષિત અને કુશળ વહીવટ કરતા હોય તો કામ ઝડપ ભેર થાય એ વાત નક્કી છે ત્યારે રાજપીપલા નગરપાલિકા પ્રમુખ નો ચાર્જ સાંભળતા જ કુલદીપસિંહ ગોહિલે તમામ સભ્યો ને કહી સફાઈ ઝુંબેશ ઉપાડી અને પાયાના જરૂરિયાતના કામો પાણી સફાઈ સહિતના કામો ત્વરિત કરવા સૂચના આપી ધડાધડ કામગીરી કરી રહ્યા છે.

પાલિકાની આર્થિક પરિસ્થિતિમાં નગરપાલિકાનો બાકી વેરો હોય તેવા લોકોના ઘરે ડોર ટૂ ડોર પાલિકાના કર્મચારીઓને રસીદ લઇ ઘરેજ વેરા ઉઘરાવવા નું શરૂ કર્યું એટલે લોકોને પાલિકા સદન સુધી આવવું ના પડે એટલું જ નહિ રાજપીપલા નગરપાલિકા ની હદમાં ખાનગી કંપનીઓએ જે ઉંચા મોબાઈલ ટાવરો લગાવ્યા હતા જેમના ભાડા તેમને ક્યારે ભર્યા નહિ પરંતુ આ રિકવરી પાલિકા પ્રમુખે કાઢતા અત્યાર સુધી બાકી ભાડા માં 11 લાખ રૂપિયા રિકવરી કરી સરકારી તિજોરી મજબૂત બનાવવા નો સફળ પ્રયોગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો