તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન અડફેટે મગરનું મોત:વડોદરાના કરજણ પાસે રેલવે ટ્રેક પર મગર ઈજાગ્રસ્ત થયો, રાજધાની સહિતની ટ્રેનો અડધા કલાક સુધી રોકી દેવાઈ

ભરૂચ7 દિવસ પહેલા
રેલવે ટ્રેક પર મગરનું મોત
  • વડોદરા-મુંબઈ રેલવે લાઈન પર ચાલતી અન્ય ટ્રેનો પણ 45 મિનિટ મોડી પડી
  • કિસાન ટ્રેનમાં મગરના મૃતદેહને કરજણ રેલવે સ્ટેશને લાવી વન વિભાગને સોપાયો

કરજણ રેલવે સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર 8 ફૂટ લાંબો મગર ઈજાગ્રસ્ત થતા રાજધાની સહિતની ટ્રેનો 25 મિનિટ સુધી રોકી દેવામા આવી હતી. જો કે, જીવદયા પ્રેમીઓ મગરની સારવાર માટે સ્થળ પર પહોંચે તે પહેલા જ મગરનું મોત નિપજ્યું હતું. જેના કારણે મગરના મૃતદેહને કિસાન ટ્રેનમાં કરજણ લઈ જઈ વનવિભાગને સોંપવામા આવ્યો હતો.

ટ્રેક પર મગર આવી જતા રાજધાની સહિતની ટ્રેનો રોકી દેવા
કરજણ રેલવે સ્ટેશન નજીક મંગળવારે રાતે 3 કલાકના અરસામાં ટ્રેક ઉપર 8 ફૂટ લાંબો મગર પડ્યો હોવાને કારણે વડોદરાથી મુંબઈ જઈ રહેલી સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસને 25 મિનિટ સુધી રોકાવુ પડ્યું હતું. મગરને કારણે માત્ર રાજધાની એક્સપ્રેસ જ નહીં, વડોદરા-મુંબઈ લાઈન પર ચાલતી અન્ય ટ્રેનો પણ 45 મિનિટ મોડી પડી હતી.

મગરને માથાના ભાગમાં ઈજા થઈ હતી
મગર માટે રેલવેની માનવતા છતાં રેલવે અધિકારીઓ અને પ્રાણી સુરક્ષા ક્ષેત્રે કામ કરતા કાર્યકર્તાઓના અનેક પ્રયાસો પછી પણ મગરને બચાવી શકાયો ન હતો. મગરને માથાના ભાગમાં ઈજા થઈ હતી. વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ હેમંત વાધવાને જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 3.15 વાગ્યે કરજણ રેલવે સ્ટેશનના સ્ટેશન સુપ્રીટન્ડન્ટનો ફોન આવ્યો હતો. તેમણે રેલવે ટ્રેક પર મગર પડ્યો હોવાની વાત જણાવી હતી. કરજણ મિયાગામ રેલવે સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર દૂર રેલવે પેટ્રોલમેનને આ મગર દેખાયો હતો. તેઓ અન્ય સાથી નેહા પટેલ સાથે તાત્કાલિક કરજણ જવા માટે નીકળી ગયા હતા. કરજણ નજીક વડોદરાથી મુંબઈ તરફની મુખ્ય અપલાઈન ઉપર જ્યાં મગર ઈજાગ્રસ્ત થયો હતો તે સ્થળ પર ઝડપથી પહોંચવુ શક્ય નહોતું.

ટ્રેનની અડફેટે મગર ઈજાગ્રસ્તો થયો હતો
જીવદયા પ્રેમીઓનું વાહન પણ કરજણ રેલવે રેલવે સ્ટેશન સુધી પહોંચ્યું હતું. રેલવે અધિકારીઓએ 20 મિનિટથી 25 મિનિટ સુધી રાજધાની એક્સપ્રેસને રોકી રાખી હતી. નેહા પટેલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર હાજર રેલવેના સ્ટાફે અમને જણાવ્યું કે, થોડીવાર સુધી મગર મોઢું હલાવતો હતો. તપાસ કરી તો જાણવા મળ્યું કે મગરના માથામાં ગંભીર ઈજા થઈ છે. ગણતરીની મિનિટોમાં તેણે જીવ ગુમાવ્યો હતો. શક્ય છે કે મગર ઝડપથી આવતી કોઈ ટ્રેનની અડફેટમાં આવી ગયો હશે. આ વ્યસ્ત ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડતી થાય તે માટે મગરને ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો.

કરજણ રેલવે સ્ટેશન સુપ્રિટન્ડન્ટ સંતોષ કુમારે કહ્યું હતું કે, રાજધાની અમારી પ્રીમિયમ ટ્રેન છે, માટે અમે તેને ક્યારેય ડિલે નથી કરતા. પરંતુ મંગળવાર મળસ્કે અમારે ટ્રેનને રોકી રાખવી પડી જેથી મગરને બચાવવા આવનારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી શકે. પરંતુ દુર્ભાગ્યવશ મગરનો જીવ બચાવી ના શકાયો. અમે કિસાન ટ્રેનમાં તેને લઈ ગયા અને કરજણ રેલવે સ્ટેશન પર મૃતદેહને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...