વાતાવરણ / હાંસોટ-ઝઘડિયામાં વરસાદ અન્ય 7 તાલુકાઓ કોરા રહ્યાં

Rains in Hansot-Zaghadiya left other 7 talukas dry
X
Rains in Hansot-Zaghadiya left other 7 talukas dry

  • હાસોટ 1 જ્યારે ઝઘડિયામાં 2 મિમી વરસાદ
  • વરસાદ ન પડતા ખેડૂતો-લોકો પરેશાન

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ અને ઝઘડિયા તાલુકામાં ગુરૂવારે સવારે 6થી8ના સમયગાળામાં વરસાદે અન્ટ્રી કરી હતી. અન્ય 7 તાલુકાઓ કોર જ રહ્યા હતા. હાંસોટ અને ઝઘડિયામાં પણ નહિવત પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. હાંસોટમાં 1 મિમી અને ઝઘડિયામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો. બાકી અન્ય તમામ તાલુકાઓમાં વરસાદે બ્રેક મારી હતી. બે દિવસ અગાઉ ભરૂચ શહેરમાં વરસાદી ઝાપટાએ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા દ્રશ્યો સર્જાયા હતા. જોકે ગુરૂવારે ભરૂચ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પણ વરસાદે હાજરી નોંધાવી ન હતી. ભરૂચ શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ. વાતાવરણમાં મહત્તમ ભેજ 76 ટકા અને લઘુત્તમ 51 ટકા નોંધાયું હતુ. આજે શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી નોંધાઇ શકે છે. વાતાવરણામાં ભેજનું પ્રમાણ ગુરૂવારની જેમ યથાવત રહેશે. ગુરૂવારે 22 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો જે આજે પણ યથાવત ઝડપે ફુકાંવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજના વધારે પ્રમાણને કારણે વરસાદ નહી આવે તો શહેરીજનોએ ઉકળાટે બફાવાનો વારો આવી શકે છે. જેથી ખેડૂતો સહિત લોકો પણ  પરેશાન થઇ ગયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી