વાત ગામ ગામની:કોમી સોહાર્દની મિસાલ એટલે રહાડપોર ગામ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામમાં આકર્ષક પ્રવેશદ્વાર આવેલું છે - Divya Bhaskar
ગામમાં આકર્ષક પ્રવેશદ્વાર આવેલું છે
  • બે ટાંકીની સુવિધા પણ પીવા માટેના શુદ્ધ પાણી માટે આરઓ પર ગ્રામજનો નિર્ભર

ભરૂચ તાલુકાના રહાડપોર ગામના ગેટ પાસે જ રત્નેશ્વર મહાદેવ મંદિર અને મસ્જીદ આવેલું છે. જે ગામના કોમી સોહાર્દનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે. રહાડપોર ગામમાં એક મિશ્રશાળા તથા બે આંગણવાડી આવેલી છે. ઉપરાંત એક ખાનગી શાળા અને એક ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે. ગામના મુખ્યદ્વાર પર જ વિશાળ ગેટ બનાવવામાં આવ્યું છે. અને ગેટ પાસે જ બાળકોને રમવા માટેના સાધનો સાથેનું બાગ આવેલું છે. ગામમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની પણ સુવિધા આપવામાં આવી છે.

ગામમાં ક્યાંય કચરા પેટી રાખવામાં આવી નથી. લોકો ગાર્બેજ કલેક્શન કરવા આવતાં ટ્રેક્ટરોમાં જ કચરો નાંખવાની પ્રાથમિકતા રાખે છે. પીવાના પાણી માટે ગામમાં બે ઓવરહેડ ટાંકી છે. આગામી દિવસોમાં વોટર વર્ક્સના કામમાં નિલમ નગર તેમજ ગામમાં બે ઓવરહેડ ટાંકી તથા બોરનું કામ કરાશે. ગામમાં હાલમાં માત્ર સાતેક જ સોસાયટી છે. જ્યારે બીજી ત્રણેક બની રહી છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી તેમજ ધંધો-વેપાર છે. ગામમાં પંચાયતનો આવકનો સ્ત્રોત માત્ર વિવિધ પ્રકારના ટેક્ષનો જ છે.

જોકે, આગામી દિવસોમાં ગામમાં કોમ્યુનિટી હોલ બનાવી તેના થકી આવક વધારવાનું વિચારણાં હેઠળ છે. ભરૂચ શહેરનો જ એક ભાગ બની ચુકેલા રહાડપોરમાં લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે સુવિધાઓ વધારવાની દિશામાં પણ પંચાયત કામગીરી કરી રહી છે.

ગામમાં સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા સહિતની સુવિધા
ગામમાં દરેક ફળિયામાં સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા તેમજ પેવરબ્લોક નાંખવામાં આવ્યાં છે. સફાઇને લઇને ખાસ તકેદારી રખાય છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવેલી છે. ભવિષ્યમાં ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું પંચાયતનું વિઝન છે. કોમ્યુનિટી હોલ બનતાં ગ્રામ પંચાયતને આવકનો એક સ્ત્રોત ઉભો થશે.

ગામમાં ડોર ટુ ગાર્બેજ કલેકશન સહિતની અનેક સુવિધાઓ ગામમાં ઉભી કરવામાં આવી છે. ગામના તમામ લોકો એકતા અને સંપની ભાવનાથી રહે છે. ગામ લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે ગ્રામ પચાયત તરફથી શકય તમામ પ્રયાસો રહયાં છે. > મુનેરાબાનુ ગુલામફરીદ પટેલ, સરપંચ, રહાડપોર

તળાવનું બ્યુટિફિકેશન કરીશું
અમારા રહાડપોર ગામમાં એકંદરે તમામ સુવિધાઓ આપી રહ્યાં છીએ. મીઠું પાણી ઘરે ઘરે મળે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગામને મીઠું પાણીનો પુરવઠો મળ્યે તમામને તે પહોંચતું કરી દેવાશે. ગામના તળાવનું બ્યુટીફિકેશન કરી ત્યાં ગાર્ડન બનાવવામાં આવશે. જેથી કે સિનિયર સિટીઝન અને બાળકો માટે સારૂ સ્થળ મળી રહે. > શિવાની કંદર્પસિંહ રાણા , ડે. સરપંચ, રહાડપોર

અન્ય સમાચારો પણ છે...