તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભરૂચ સિવિલના કોવિડ વોર્ડમાંથી હાથકડીથી બાંધેલો કેદી રફુચક્કર

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક ચોરીના કાચા કામના કેદીને સબજેલમાં ધકેલાયો હતો
  • રાત્રીના 2થી 4 વાગ્યાના અરસામાં વોર્ડમાંથી ભાગી ગયો

ભરૂચ શહેરના લિંકરોડ પરથી બુલેટની ચોરી કરવાના કારસામાં પોલીસે સંતોષકુમાર રૂપારામ ચૌધરી (રહે. આમલારી, જિ.શિરોહી, રાજસ્થાન) નામના યુવાનની ધરપકડ કરી હતી. જે બાદ તેને સબજેલમાં ધકેલી દેવાયો હતો. દરમિયાનમાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં તે પોઝિટિવ આવતાં તેને ભરૂચ સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયો હતો. વોર્ડમાં અન્ય દર્દીઓ સારવાર લઇ રહ્યાં હોઇ તેમજ નર્સ - તબીબોની સતત અવરજવર હોઇ દરવાજો લોક શકાય તેમ ન હોઇ તેના ડાબા હાથે હથકડી મારી પલંગ સાથે લોક કરી હતી. તેમજ જાપ્તામાં આવેલાં પોલીસકર્મીઓ વોર્ડની બહાર ફરજ બજાવી રહ્યાં હતાં.

રાત્રીના બે વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સંતોષે તેના હથકડીમાંથી તેઓ હાથ કોઇ રીતે છોડાવી રાત્રીના સમયે જ ત્યાંથી ભાગી ગયો હતો. ફરજ પર હાજર જાપ્તાના પોલીસ કર્મીઓને જાણ થતાં તેઓએ તુરંત આસપાસમાં તપાસ કરી હતી. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરતાં ભરૂચ અને અંક્લેશ્વર પંથકમાં તેને શોધવાની કવાયત હાથ ધરાઇ હતી. જોકે, તેનો પત્તો નહીં લાગતાં આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો