વોટિંગ સ્લીપ:મતદાન માટેની સ્લીપમાં QR કોડ મતદારોને મત આપવામાં સરળતા

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 7 લાખ વોટિંગ સ્લીપનું વિતરણ

ભરૂચ જિલ્લામાં ક્યુઆર કોડવાળી 7 લાખથી વધુ મતદાન સ્લીપોનું BLO દ્વારા વિતરણ કરાયુ છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા નવી વોટિંગ સ્લીપ બનાવવામાં આવી છે જેમાં ક્યુઆર કોડ સ્કેન કરતા જ મતદારની તમામ વિગતોની સાથે ગુગલ મેપથી મતદાન મથકનું લોકેશન પણ મળી જશે. ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરથી બી.એલ.ઓ ઓફિસરો દ્વારા ભરૂચ જિલ્લાના ૫ વિધાનસભા વિસ્તારોમાં ક્યુઆર કોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 12,67,569 મતદાર સ્લીપ છાપવામાં આવી છે. જેનું યુધ્ધના ધારણે તમામ વિધાનસભા મત વિસ્તારોમાં વિતરણ કરાઈ રહ્યું છે. હાલમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરેજઈને મતદાતાઓને સ્લીપ આપવામાં આવી રહી છે. ​​​​​​​અગાઉની મતદાન સ્લીપમાં જે તે મતદારનો ફોટો આવતો હતો પણ હવે નવી ટેકનોલોજીને અનુસરી કયુઆર કોડ રાખવામાં આવ્યો છે. આ ક્યુઆર કોડ સ્કેન કરતા જ મતદારની વિગતો જોવા મળે છે. સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે. સ્લીપમાં મતદાનની તા.1 ડિસેમ્બર 2022 તેમજ મતદાનનો સમય સવારે 8 થી સાંજે 5 પણ દર્શાવવામાં આવ્યો છે. અગાઉની મતદાન સ્લીપમાં જે તે મતદારનો ફોટો આવતો હતો પણ હવે નવી ટેકનોલોજીને અનુસરી કયુઆર કોડ રાખવામાં આવ્યો છે. આ ક્યુઆર કોડ સ્કેન કરતા જ મતદારની વિગતો જોવા મળે છે. નવી સુવિધાથી લોકોને રાહત .

અન્ય સમાચારો પણ છે...