તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Pumping Station Of Ankleshwar Industrial Unit Erupts, Polluted Water Of Industries Spills Into Public Road And Mixes In Amravati River

દુષિત પાણીની રેલમછેલ:અંકલેશ્વર ઔદ્યોગિક એકમનું પમ્પિંગ સ્ટેશન ઉભરાયું, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી જાહેર માર્ગમાં છલકાઈ અમરાવતી નદીમાં ભળ્યું

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં ઔદ્યોગિક પ્રદુષણની જાહેરમાં રેલમછેલની રફતાર વરસાદી માહોલમાં અકબંધ
  • અંકલેશ્વર ઔદ્યોગિક એકમના 3 પમ્પિંગ સ્ટેશન પૈકી એક સ્ટેશન ઉભરાયું
  • સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જાહેર માર્ગ બેટમાં ફેરવાયો
  • પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જી.પી.સી.બી.ના અધિકારીએ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા

અંકલેશ્વરમાં પ્રદુષણનો કોયડો ઉકેલાઈ રહ્યો નથી ત્યાં ચોમાસામાં જાહેરમાં પ્રદુષિત પાણીની રેલમછેલની રફતાર સામાન્ય બની ગઈ છે. હવે અંકલેશ્વર GIDCમાં આવેલ સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જાહેર માર્ગ બેટમાં ફરી વળતાં GPCB ના અધિકારીએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં અનેક ઉદ્યોગો આવેલ છે, જેમાંથી કેટલાક ઉદ્યોગો દ્વારા લાપરવાહી દાખવવામાં આવતી હોવાના કિસ્સાઑ પ્રકાશમાં આવ્યા છે, ત્યારે જી.આઈ.ડી.સી.ના ઔદ્યોગિક એકમોનું પ્રદૂષતી પાણી સ્ટોર કરવા માટે 3 જેટલા પમ્પિંગ સ્ટેશન આવેલા છે. જે ત્રણેય પમ્પિંગ સ્ટેશન દ્વારા પાઇપ લાઇન વાટે પ્રદુષિત પાણી નર્મદા ક્લીન ટેકમાં ઠાલવવામાં આવે છે.

આ ત્રણ પૈકી સી પમ્પિંગ સ્ટેશન આજરોજ ઉભરાતા સમગ્ર વિસ્તારમાં જાહેરમાં પ્રદુષિત પાણી ફરી વળ્યા હતા. જેને પગલે જાહેર માર્ગ અને વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઉપરાંત વરસાદી વાતાવરણ વચ્ચે પ્રદુષિત પાણી આજુબાજુ સહિત વરસાદી કાંસમાં ફળી જતાં આ પ્રદુષિત પાણી અમરાવતી નદીમાં ઠલવાઈ તેવી શક્યતા રહેલી છે. સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થયું હોવા અંગેની જાણ GPCBને થતાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરમાં પ્રદુષિત પાણીની સમસ્યા હલ થઈ રહી નથી. અગાઉ NCT ની લાઈનમાં ભંગાણને કારણે ઉદ્યોગો, NCT અને પર્યાવરણને પારાવાર નુકશાન થયું હતું. નોટિફાઇડ, AIA, GIDC, NCT અને GPCB દ્વારા સહિયારા પ્રયાસો કરી પ્રદુષિત પાણીની છાશવારે સર્જાતી સમસ્યા અંગે કોઈ નક્કર નીતિ બનાવાઈ તે જરૂરી બન્યું છે.

કેટલાક બેદરકાર ઉદ્યોગોને કારણે સમગ્ર વસાહત બદનામ થઈ રહી હોય ત્યારે તમામ ઉધોગો, જીઆઇડીસી, જીપીસીબી, મંડળ અને અધિકારીઓ તેમજ ઉધોગકારોએ પોતાની નૈતિક જવાબદારી ઉઠાવી પોતાના અને પર્યાવરણ માટે અંકલેશ્વરને પ્રદુષણના કલંકમાંથી મુક્ત કરવા આગળ આવવું પડશે.

પ્રદૂષિત પાણી નર્મદામાં ભળતાં જળસૃષ્ટીને અસર
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ C પમ્પીંગ સ્ટેશન પાસે બનાવેલો પારો ચોમાસાની સીઝનમાં અનેકવાર ઓવર ફ્લો થયો છે. અને સીધું પ્રદુષિત પાણી અમરાવતી નદીમાં કોતર મારફતે પહોંચી રહ્યું છે. જેને લઇ માછલીઓના પણ મોત નીપજે રહ્યા છે. તો આ દુષિત પાણી સીધું નર્મદા નદીમાં જતા નર્મદા નદીના જળચર પ્રાણીઓમાં પણ અસર પહોંચી રહી છે.

છેલ્લાં પાંચ વર્ષથી અમરાવતી નદી ટોપ 20 પ્રદુષિત નદીમાં સમાવિષ્ટ
આમલાખાડીમાં પણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશનનો પાળો ઓવર ફ્લો થઈ પ્રદુષિત પાણી આમલાખાડીમાં વહી રહ્યું છે. જેને લઇ આમલાખાડી ભારતની સૌથી પ્રદુષિત નદી છેલ્લા 15 વર્ષથી બની છે. જે આજે પણ યથાવત છે. તો અમરાવતી નદી પણ છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી પ્રદુષિત નદીની ટોપ 20ની યાદીમાં સમાવિષ્ટ જોવા મળી રહી છે. બંને નદી પર નભતા ખેડૂતો અને જળચરોની કેમિકલ યુક્ત પાણીને લઇ પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. જેને લઇ પર્યાવરણવાદીઓ ઉદ્યોગકારો દ્વારા આમલાખાડી અને અમરાવતીની નદીનું એન્કાઉન્ટરનો આરોપ લગાવી રહ્યા છે.

GIDC ઓવર હેડ પાઇપલાઇન પ્રોજેક્ટની ગ્રાન્ટ મંજુર છતાં વિલંબ
ક્રિટિકલ ઝોનના બહાર નીકળવાના એક્શન પ્લાનમાં ઔદ્યોગિક વસાહતમાં ઓવર હેડ ગ્રાઉન્ડ લાઈન પાઇપ લાઈન પ્રોજેક્ટ નક્કી કરાયો હતો અને જે બાબતે તંત્ર દ્વારા ગ્રાન્ટ પણ મંજૂર કરી પ્લાન્ટ અમલમાં મુકાયો હતો જો કે આજ દિન સુધી ઓવર હેડ પાઈપલાઈન પ્રોજેક્ટ અમલમાં આવ્યો નથી.

ઉદ્યોગોના કારણે ભરૂચ જિલ્લામાં આવેલી ત્રણ નદી પ્રદુષિત બની
નર્મદા નદી, અમરાવતી નદી અને આમલાખાડી નદી અત્યાર સુધી એટલું પ્રદુષિત થઈ નથી જેટલી હાલ થઇ રહી છે. ઉદ્યોગોની સાથે સાથે સરકારના જ વિભાગ એવા નોટીફાઈડ દ્વારા વારંવાર પમ્પીંગ સ્ટેશનમાંથી દૂષિત પાણી છોડી રહ્યા છે. - સલીમ પટેલ, પર્યાવરણ પ્રેમી, પ્રકૃતિ સુરક્ષા મંડળ

અન્ય સમાચારો પણ છે...