તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

​​​​​​​આંદોલન:5મીએે ખેડૂત આગેવાન ટિકૈતના કાર્યક્રમમાં જોડાવા માટે જન સંપર્ક

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતના 12 જેટલા ખેડૂત સંગઠનોના આગેવાનો ભરૂચ-અંકલેશ્વરમાં
 • ખેડૂત આગેવાનો બારડોલી સુધી આ કાર્યક્રમ માટે જન સંપર્ક કરશે

દેશભરમાં છેલ્લા ચાર મહિનાથી વધુ સમયથી ચાલતા ત્રણ કૃષિ કાયદાના વિરોધના આંદોલનના 450થી વધુ સંગઠનોના દ્વારા બનાવેલા સંયુક્ત કિશાન મોરચાના કન્વિનર રાકેશ ટિકૈત હવે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો સાથે ચર્ચા કરીને આંદોલનમાં વેગવંતુ કરવા માટે કાર્યક્રમો કરશે. આગામી 5 એપ્રિલના રોજ ભરૂચના લુવારા હાઇવે સ્થિત ગુરૂદ્વારા અને અંકલેશ્વર સ્થિત વાલિયા ચોકડી ખાતે બપોરે 12 વાગ્યાથી સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કરશે. કાર્યક્રમમાં ભરૂચના ખેડૂતો સક્રિય ભાગ લે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ ખેડૂત સંગઠનો જન સંપર્ક માટે જોડાય ગયા છે.

આંદોલનના હકને કેન્દ્રમાં રાખી સંબોધશે
શાંતિપૂર્ણ આંદોલન કરવુ સંવિધાનિક અધિકાર છે. પરંતુ તેના માટે વહીવટી તંત્રની મંજૂરી આવશ્યક છે જોકે ગુજરાતમાં કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરવા માટે પરવાનગી આપતી નથી. ઉપરાંત ખેડૂત આગેવાનોને આડકતરી રીતે રોકવાનો કારશો ચાલે છે. જે અંગે જનજાગૃતિ માટે સરદાર પટેલની કર્મભૂમિ ખાતે રાકેશ ટિકૈત સંબોધન કરશે. > મહેન્દ્રસિંહ કરમરિયા, પ્રમુખ, જિલ્લા ખેડૂત સમાજ, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો