જનજાગૃતિ રેલી:ભરૂચની રૂંગટા સ્કુલ ખાતે સાક્ષરતા મિશન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં સાક્ષરતાનું સ્તર ઊંચું લાવવા માટે સરકાર દ્વારા સાક્ષરતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇ બાળકોમાં પુસ્તકો વાંચવાની રૂચી વધે તે માટે ભરૂચની રૂંગટા સ્કુલ ખાતે સાક્ષરતા મિશન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શાળા ખાતેથી નીકળી કણબી વગામાં આવેલ કે.જે.ચોકસી લાઈબ્રેરી પહોંચી હતી જ્યાં બાળકોને વિવિધ પુસ્તકો અંગે માહિતી આપવામાં આવી હતી. શાળા ના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામિના માર્ગદર્શન માં નીકળેલ રેલીમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...