તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસે જ ભરૂચ જીલ્લાના નર્સિંગ સ્ટાફનું વિરોધ પ્રદર્શન

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા યોગ્ય મહેનતાણું ન ચૂકવાતું હોવાના આક્ષેપ સાથે કાળી પટ્ટી ધારણ કરી

આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતનો નર્સિંગ સ્ટાફ સરકાર પાસે પોતાની પડતર માંગણીઓને લઈને લડત આપી રહ્યો છે. ભરૂચ ખાતે પણ નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય મહેનતાણું ન ચૂકવાતું હોવાના આક્ષેપ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે.

કેન્દ્ર અને રાજ્યના ગ્રેડ પેમાં પણ ખૂબ મોટું અંતર છે

છેલ્લા 14 મહિનાથી ગુજરાત રાજ્યમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રાત દિવસ કોરોનાની સારવાર માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેની સામે રાજ્ય સરકાર તેઓને યોગ્ય મહેનતાણું પણ ચૂકવતી નથી. કેન્દ્ર અને રાજ્યના ગ્રેડ પેમાં પણ ખૂબ મોટું અંતર છે. જેની સામે સમગ્ર રાજ્યમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આજે નર્સિંગ ડેના દિવસે જ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આગામી દિવસમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી

આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ નર્સિંગ દિવસે સરકાર સામે દેખાવો કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીમાં રાતદિવસ એક કરી નાખનાર નર્સિંગ સ્ટાફની માંગણીઓ મામલે સરકારના ઓરમાયા વલણ સામે બેનર પોસ્ટર સાથે શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે સરકાર તેઓની માંગ નહીં સંતોષે તો આગામી દિવસમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...