વિરોધ પ્રદર્શન:પેટ્રોલ અને ડીઝલના વધારા સામે વિરોધ, 24 કોંગ્રેસીની અટકાયત

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં પેટ્રોલ-ડીઝલના વધારાનો વિરોધ કરતા કોંગીની અટક - Divya Bhaskar
ભરૂચમાં પેટ્રોલ-ડીઝલના વધારાનો વિરોધ કરતા કોંગીની અટક
  • ધારાસભ્યના પેટ્રોલ પંપનો ઘેરાવો કરતા ઘર્ષણ
  • પાંચ મહિનામાં 43 વાર ભાવ વધારો કરતા પ્રદર્શન

દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત આસમાને છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયો છે. તે જ સમયે,પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. આ વધતા ભાવોની અસરથી સામાન્ય લોકો પરેશાન છે. ત્યા કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે 11 મી જૂને દેશભરના પેટ્રોલ પંપ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.જેના ભાગ રૂપે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સ્ટેશન રોડ પર આવેલા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં ભાજપ સરકારની વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતું.

ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપનો ઘેરાવો કરવા જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતુ. જોકે પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરો મળીને 24 ની અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.આ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા, પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ વિકકી શોખી, વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...