આવેદન:લીમડી ચોક પાસે મોબાઈલ ટાવર ઉભો કરતા વિરોધ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું

ભરૂચના લીમડીચોક વિસ્તારમાં કોઈ પણ જાતની પરવાનગી વગર મોબાઈલ ટાવર લગાવવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડીયા (IAI) નાં નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરાઈ હતી.સ્થાનિકોએ ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડીયા (IAI) નાં પ્રમુખ વિજય વસાવાની હાજરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લીમડીચોક વિસ્તારમાં કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કે જાણ કર્યા વિના મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો છે.

અહીંયા આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો હોય મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનની અસર અંગે અહીંયાના લોકોને ખબર ન હોય તેમ અજ્ઞાનતાનો લાભ લેવામાં આવી રહ્યો છે. મોબાઈલ ટાવરની બાજુમાં બાલમંદિર તેમજ રહીશોના મકાનો આવેલા છે. જેમાં રેડિયેશનની ગંભીર અસર થવાની સંભાવના છે. જેથી આ ટાવર તાત્કાલિક દૂર કરવાની માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...