મુશ્કેલ:બોર્ડની પુરક પરીક્ષાઓ લંબાતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂરક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને નવા ધોરણની તૈયારી મુશ્કેલ

શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાના પરિણામોની જાહેરાત બાદ એક કે બે વિષયોમાં અસફળ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કર્યુ હતું. જેના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જોકે હવે આ પૂરક પરીક્ષા ક્યારે લેવાશે તે નિશ્ચિત નથી.શિક્ષણવિદોએ જણાવ્યુ હતુ કે, જો વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લંબાશે તો તેમનું વર્ષ બગડી શકે અને આગામી વર્ષોમાં અન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ આવવામાં પણ મુશ્કેલી પડશે. કારણ કે પૂરક પરીક્ષા તે જ વિદ્યાર્થીઓ આપે જે અભ્યાસમાં થોડા સામાન્ય હોય. હાલ પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ સમકક્ષ વિદ્યાર્થીઓ તેમનાથી બે-ત્રણ મહિના એડવાન્સ શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. પૂરક પરીક્ષાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને મેચ કરવું શક્ય ઓછુ છે. પૂરક પરીક્ષા લંબાવાની માઠી અસર પડશે.

પરીક્ષા લંબાવાના ફાયદા - ગેરફાયદા બંન્ને છે
પૂરક પરીક્ષા લંબાવાથી વિદ્યાર્થીઓને જેતે વિષયના અઘરા લાગતા ટોપીકોને સમજવા અને તેનો અભ્યાસ કરવા માટે પુરતો સમય મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું પ્રેશર રહેશે જો હવે ઝડપથી પરીક્ષાનું આયોજન ન કરાય. જોકે શિક્ષણ વિભાગ પૂરક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોઇને કોઇ યોજના બનાવીને ઝડપથી લાગુ કરે તેવી આશા છે. > ડો. મહેશ ઠાકર, શિક્ષણવિદ

અન્ય સમાચારો પણ છે...