PMના જન્મદિવસની ઉજવણી:ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજવામા આવ્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકેલશ્વરમાં ઉજ્જવલા યોજના અંતર્ગત નિરાધાર બાળકોને ગેસ કીટનું વિતરણ કરવામા આવ્યું

આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવંસી ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરુચ જિલ્લાના વિવિધ સ્થળોએ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરના ભરણ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ ભરુચ અને પ્રજ્ઞા ગ્રૂપ ઓફ ઇંન્ડસ્ટ્રીઝ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજ્ઞા કેમિકલના એમ.ડી મહેશ પટેલ,નોટીફાઇડ ભાજપના પ્રમુખ જશુભાઇ ચૌધરી, મહામંત્રી અલ્પેશ પટેલ, વન સંરક્ષક ડો.શશી કુમાર,આર.એફ.ઓ ભાવના દેસાઈ, દીનેશ ડામોર, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક ઝા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તો અંકલેશ્વરમાં આવેલ શારદા ભવન ખાતે ગરીબોના હિતલક્ષી કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માતા-પિતા વિનાના નિરાધાર બાળકો અને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના સિલિન્ડર સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા,નગર પાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા અને આમંત્રિતો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અંકલેશ્વરના રામકુંડ ખાતે ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ તેમજ યુપીએલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા,કારોબારી ચેરમેન સંદીપ પટેલ, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના હરીશ જોશી અને આર.એફ.ઓ.ડી.વી.ડામોર અને યુપીએલના યુનિટ હેડ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

તો અંકલેશ્વર યુવા મોરચા ભાજપ દ્વારા સેવા હી સંગઠન અંતર્ગત વડા પ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે એસ.એમ.એની બીમારીથી પીડાતા બાળકની મદદ માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કોપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ,પૂર્વ યુવા પ્રમુખ સુરેશ પટેલ અને જિલ્લા યુવા મોરચા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...