કાર્યવાહી:બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ જેકેટ વેચનાર શખસ વિરૂદ્ધ કાર્યવાહી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના પાનમ પ્લાઝાની બાજુના પ્લોટમાં દરોડો
  • ટીમે 95 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

મુંબઇના દાદર વિસ્તારમાં આવેલાં ઇન્દિરાવિલા ખાતે રહેતા મેહૂલ હરીશચંદ્ર ઘોલે નેત્રિકા કન્સલ્ટીંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન નામની કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની ટીમ સાથે ભરૂચમાં ચેકિંગ અર્થે આવ્યાં હતાં. દરમિયાનમાં શહેરના સ્ટેશન રોડ પર આવેલાં પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલાં એક ખુલ્લા કંપાઉન્ડમાં એક શખ્સે તંબુ બાંધીને ગરમ કપડાનો વેપાર કરતાં હોઇ ત્યાં તપાસ કરતાં ત્યાં તેને લેવીસ કંપનીના બ્રાન્ડવાળી ડુપ્લિકેટ જેકેટોનું વેચાણ કરતાં હોવાનું તેમજ તેમની પાસે કોઇ બ્રાન્ડના કપડા વેચવાની પરવાનગી મળી ન હતી.

જેના પગલે તેમણે દુકાન ચલાવતાં નરેન્દ્ર ભજનલાલ નાયક (રહે. જરાર, અલીગઢ, યુપી) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની પાસેથી કુલ 95 હજાર ઉપરાંતની મત્તાના જેકેટ જપ્ત કરી તેમની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...