વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઇ:અંકલેશ્વરના જીઆઇડીસી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેરણા ઇલેવન-ક્રિષ્ના ઇલેવન વચ્ચે ફાઇનલ રમાઈ હતી, ક્રિષ્ના ઇલેવન વિજયી થઇ હતી
  • મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેનને ટ્રોફી એનાયત કરાઈ

અંકલેશ્વરના જીઆઇડીસી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ડી.એ.આનંદપુરા કલ્ચરલ & સ્પોર્ટ્સ સેન્ટર અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

ડી.એ.આનંદપુરા કલચરલ & સ્પોર્ટ્સ સેન્ટર અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 દિવસ રમાયેલી ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રેરણા ઇલેવન અને ક્રિષ્ના ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં 62 રનથી ક્રિષ્ના ઇલેવનનો વિજય થયો હતો. જે ક્રિકેટ ટુર્નામેન્ટનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી. તો મેન ઓફ ધ સિરીઝ તરીકે યુવરાજસિંહ કોસમિયા, બેસ્ટ બોલર તરીકે ધીરેનસિંહ અટોદરિયા, બેસ્ટ બેટ્સમેન તરીકે દીપ ખંભોજીયાને ટ્રોફી એનાયત કરાઈ હતી. આ સમારોહમાં નોટિફાઇડ ભાજપ પ્રમુખ જશું ચૌધરી, ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કન્વીનર દિનેશ પટેલ, સુભાષ પતિલવ, સંદીપ વિઠલાણી, ક્રિષ્ના મહારાઉલ આમંત્રિતો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...