નિમણૂંક:વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટી પ્રાઈવેટ લિમિટેડની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ ગોહિલનો 3 મતથી વિજય

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંડળીની કાર્યરત કમિટીની મુદ્દત પૂર્ણ થતા આગામી પાંચ વર્ષ માટે નવી કમિટીના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ
  • 11 સભ્યોની બીનહરીફ વરણી કરવામાં આવી

વાલિયા ગામમાં આવેલા પ્રભાત જીન સ્થિત વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટી પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ ખાતે ગત તારીખ-17 ઓગસ્ટના રોજ સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીની કાર્યરત કમિટીની મુદ્દત 23/10/21ના રોજ પૂર્ણ થઈ રહી છે. જેને લઈ આગામી પાંચ વર્ષ માટે નવી કમિટીના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

આ કમિટીમાં વાલીયા ગામના ચાર સભ્યો, ઘોડા ગામનો-1 અને હીરાપોર ગામના-4 તેમજ નલધરી ગામના-1, બાડાબેડા ગામના-1 મળી 11 સભ્યોની બીનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે મેરા ગામમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદીપ સીંહ સોલકી અને દેવેન્દસીહ સોલકી વિજેતા થયા હતા. જે બાદ આજે બુધવારે પ્રમુખના હોદ્દા માટે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં હરેન્દ્રસિંહ ખુમાનસિંહ ખેર અને પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલ વચ્ચે જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં હરેન્દ્રસિંહ ખેરને 6 અને પૃથ્વીરાજસિંહ ગોહિલની 9 મત મળતા તેઓ ત્રણ મતેથી વિજય થતા તેઓના ટેકેદારોએ તેઓને ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા. પ્રમુખ તરીકે ચૂંટાયેલા પૃથ્વીરાજસિંહ ગોહિલે સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...